તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરહિતની અરજી:લૉ ના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા મુદ્દે હાઈકોર્ટમાં PIL, બાર કાઉન્સિલ, પરીક્ષા નિયામક અને ગુજરાત યુનિવર્સિટીને નોટીસ

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • પરીક્ષા રદ્દ કરવા અથવા તો ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવે તેવી વિદ્યાર્થીઓની રજુઆત.

ગુજરાત યુનિવર્સિટીના લૉ ના વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષા મુદ્દે હોઈકોર્ટમાં PIL દાખલ કરી છે. આ PILમાં તેમણે પરીક્ષા રદ કરવા માંગ કરી છે. હાઈકોર્ટે આ પરીક્ષા ને રદ કેમ ન કરી શકાય અને જો પરીક્ષા લેવામાં આવે તો કયા પ્રકારનું આયોજન છે એ તમામ વિગતો સાથે જવાબ રજુ કરવા આદેશ કર્યો છે. એક્ઝામ કન્ટ્રોલર, વાઇસ ચાન્સલર, બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા અને ગુજરાત યુનિવર્સિટીને હાઈકોર્ટે નોટીસ પાઠવી છે.

હાઈકોર્ટે યુનિવર્સિટી પાસે જવાબ માંગ્યો
ગુજરાત યુનિવર્સિટીના LLB અને LLMમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આગામી 10મી જૂને લેવામાં આવનાર ઓફલાઈન પરીક્ષાને લઈને હાઈકોર્ટમાં PIL દાખલ કરી છે. જેમાં વિદ્યાર્થીઓએ કોર્ટ સમક્ષ પરીક્ષા રદ કરવાની રજુઆત કરી છે. તેમણે કોર્ટ સમક્ષ એવી પણ રજુઆત કરી છે કે જો પરીક્ષા રદ થાય તેમ ના હોય તો તેમને યુનિવર્સિટી દ્વારા વિકલ્પ આપવામાં આવે. વિદ્યાર્થીઓની રજુઆતને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે પરીક્ષાને રદ કેમ ના કરી શકાય તેમજ પરીક્ષા લેવાનું આયોજન કેવું છે તેનો જવાબ યુનિવર્સિટી પાસે માંગ્યો છે. તે ઉપરાંત કોર્ટે એક્ઝામ કન્ટ્રોલર,વાઇસ ચાન્સેલર,બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા અને ગુજરાત યુનિવર્સિટીને નોટિસ પાઠવી છે. આ નોટિસને લઈને 7 જૂન એ તમામ જવાબ સાથે હાજર રહેવા આદેશ કર્યો છે.

વિદ્યાર્થીઓને પરીક્ષા માટે વિકલ્પ આપવા માંગ
એડવોકેટ નિશિત ગાંધીએ જણાવ્યું કે, અરજદારની એવી રજુઆત છે કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જો બધી અલગ અલગ સ્ટ્રીમના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે વિકલ્પ આપવામાં આવે તો આ લૉ ના વિદ્યાર્થીઓને જ કેમ ઓફલાઈન પરીક્ષા આપવી પડે. જોકે કોર્ટમાં ગુજરાત યુનિવસિટીના એડવોકેટે જણાવ્યું કે યુનિવર્સિટી આ બાબત એ ગંભીર વિચારણા કરી રહી છે. જેથી કોર્ટે તેઓને નોટિસ પાઠવીને 7 જૂને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. એક્ઝામ કન્ટ્રોલર, વાઇસ ચાન્સલર અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પણ નોટિસ પાઠવી છે.

ઓફલાઈન પરીક્ષા મુદ્દે NSUIએ પરીક્ષા નિયામકને આવેદન આપ્યું
ઓફલાઈન પરીક્ષા મુદ્દે NSUIએ પરીક્ષા નિયામકને આવેદન આપ્યું

ઓફ લાઈન પરીક્ષા ન યોજવા NSUIની માગ
યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામકને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં લોની પરીક્ષા ઓફલાઈન ના યોજવા માંગણી કરવામાં આવી છે. આગામી 10 જૂનથી લોની પરીક્ષા શરૂ થઇ રહી છે, જે માટે યુનિવર્સિટી દ્વારા તૈયારી ચાલી રહી છે પરંતુ હાલની સ્થિતિને જોતા ઓફલાઈન પરીક્ષા ના યોજવા યુથ કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે અન્ય વિકલ્પની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

10 જૂને પરીક્ષાનો યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે
કોરોનાને કારણે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ પરીક્ષા ઓનલાઇન શરૂ કરવામાં આવી હતી. ત્યારે હવે કોરોનાના કેસ નિયંત્રણમાં આવતા ગુજરાત યુનિવર્સિટીમાં લૉ વિભાગે આગામી 10 જૂનથી લૉ વિભાગની પરીક્ષા ઑફલાઈન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ મોકૂફ રખાયેલી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં લૉ વિભાગની પરીક્ષા બાર કાઉન્સિલરના નિયમોનુસાર ઓફલાઈન પદ્ધતિથી શરૂ કરવામાં આવશે. જેમાં LLB સેમેસ્ટર 2, 4, 6, 5 વર્ષના ઇન્ટરગ્રેટડ લૉના સેમેસ્ટર 2 અને 10ની LLM, DTP, DLPની પરીક્ષા 10 જૂનથી શરૂ થશે. 5 વર્ષના ઇન્ટર ગ્રેટડ લૉ ની પરીક્ષા સેમેસ્ટર 4, 6, 8ની પરીક્ષા 24 જૂનથી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...