ગુજરાતના સીનિયર નિવૃત્ત આઈપીએસ અધિકારી ઉપર દુષ્કર્મનો આરોપ લગાવવાની ઘટનામાં મહિલા ક્રાઈમ બ્રાંચે ચાંદખેડાના સંગાથ બંગલોઝના માલિક યોગેશ ગુપ્તાને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ માટે પોલીસે યોગેશ ગુપ્તાને સત્તાવાર સમન્સ પાઠવ્યુ છે. જેના આધારે તેઓ મંગળવારે મહિલા ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થશે.
ચાંદખેડાના સંગાથ બંગલોઝમાં ગુજરાતના એક સિનિયર આઈપીએસ અધિકારીએ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હોવાના આક્ષેપ કરતી ફરિયાદ મહિલાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જો કે આ ગુનાનું સ્થળ ચાંદખેડા વિસ્તારમાં આવતું હોવાથી આ કેસ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જો કે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે તપાસ મહિલા ક્રાઈમ બ્રાંચના એસીપી હિમાલા જોશીને સોંપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક લોકોએ ષડયંત્ર રચીને પૂર્વ સિનિયર આઇપીએસ ઓફિસરને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી 8 કરોડની ખંડણી વસૂલ કરવાનો પ્લાન બનાવ્યો હતો. સમગ્ર કાવતરું સોશિયલ મીડિયા મારફતે વહેતું કરી બ્લેક મેઇલિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ પછી કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.