સુનાવણી:હાઇકોર્ટનો મનાઈ હુકમ છતાં ધોલેરા SIRમાં કામગીરી શરૂ કરાતા IAS રાજીવ ગુપ્તા, હરિત શુક્લ તથા ડેવલપમેન્ટ ઓથોરિટીને નોટિસ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • વર્ષ 2012-13માં ધોલેરા SIR માટે જમીનના સંપાદન મામલે ખેડૂતોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝન(SIR)માં હાઇકોર્ટના મનાઈ હુકમ છતાં પણ કરવામાં આવી રહેલી કામગીરી મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અગાઉ કોર્ટે કરેલ હુકમના વિરુદ્ધ કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોએ હાઇકોર્ટમાં અરજી કરી છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે IAS અધિકારી રાજીવ ગુપ્તા, હરિત શુક્લ અને ધોલેરા SIR ડેવલપમેન્ટ ઓથોરિટીને નોટિસ પાઠવી છે.

વર્ષ 2012-13માં ધોલેરા SIR માટે જમીનના સંપાદન મામલે ખેડૂતોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં જમીનના વળતર સહિત વિવિધ મુદ્દાઓ ઉઠાવી જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જે મામલે હાઇકોર્ટે વર્ષ 2014માં ખેડૂતોની તરફેણમાં હુકમ કર્યો. જોકે હાલ ધોલેરા- અમદાવાદ એક્સપ્રેસ હાઈવે બનવવાનું કામ ચાલી રહ્યું છે, જે ધોલેરા સ્પેશ્યલ ઝોનમાં સમાવેશ થાય છે. જે બાવલિયારી સહિત 22 ગામડાના ખેડૂતોની ખાનગી જમીનનું સંપાદન કરી આ રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ નેશનલ હાઈવે એથોરિટી કે SIR દ્વારા ખેડૂતોને જમીન માટે વળતર આપવામાં નથી આવ્યું. જેથી ખેડૂતોની જમીનમાંથી રસ્તો બનાવવાની શરૂ કરાયેલી કામગીરી સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

કોર્ટના તિરસ્કાર મામલે કરવામાં આવેલી ખેડૂતોની અરજીમાં ટાઉન પ્લાનિંગ સ્કીમના આયોજન પર રોક લગાવવા માટે પણ માંગ કરી કરવામાં આવી છે. કોર્ટે રાજ્ય સરકારના IAS અધિકારી રાજીવ કુમાર ગુપ્તા સહિત ધોલેરા ડેવલપમેન્ટ ઓથોરિટીને કારણ દર્શક નોટિસ પાઠવી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરાવવામાં આવશે.