AMCની કાર્યવાહી:ફાયર NOC ન હોવાથી શહેરની 37 સ્કૂલને બંધ કરવાની નોટિસ, SGVP ઈન્ટરનેશનલ, શ્રીશ્રી રવિશંકર વિદ્યામંદિરનો સમાવેશ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • આ સ્કૂલોએ અગાઉની નોટિસ અવગણી હતી

શહેરની હદમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (ફાયર એનઓસી) નહીં ધરાવતી 37 સ્કૂલોને ફાયર બ્રિગેડે બંધ કરવા માટે નોટિસ આપી છે. ફાયર વિભાગે અગાઉ આ સ્કૂલોને ખ-10 હેઠળ નોટિસ આપી હતી. જોકે તેમ છતાં પણ તેમના દ્વારા ફાયર એનઓસી મેળવવામાં નહીં આવતાં આખરે ફાયરબ્રિગેડે તેમના બિલ્ડિંગનો વપરાશ બંધ કરવા માટે આખરી હુકમ આપ્યો છે.

શહેરમાં મ્યુનિ. દ્વારા થોડા દિવસો પહેલાં જ 42 હોસ્પિટલોને નોટિસ પાઠવી એક સપ્તાહમાં તેમના એકમો બંધ કરવા માટે આદેશો આપ્યા હતા. આ હોસ્પિટલો પાસે બીયુ પરમિશન તેમજ કેટલાક પાસે ફાયર એનઓસી પણ ન હતી. જે બાદ મ્યુનિ. ફાયર બ્રિગેડ દ્વારા શહેરની 13 હોટલોને સીલ કરી દેવામાં આવી હતી. જેમાં હોટલ તંદુર પેલેસ એન્ડ રેસ્ટોરાં, વિલિયમ જ્હ પીઝા, સ્ટફ ફુડ, વન બાઈટ, અન્નકૂટ હોટેલ, રિયલ પેપરિકા, વિરેન્દ્ર રૂફટોપ રેસ્ટોરાં, સબવે, હોટેલ કલશ ઈન, હોટેલ ગ્વાલભોગ, ટોમેટો રેસ્ટોરાં, મિર્ચ મસાલા રેસ્ટોરાં, ટેમ્પટ રેસ્ટોરાંને સીલ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

મ્યુનિ. દ્વારા 37 શાળાઓને પણ ફાયર એનઓસી મામલે ક્લોઝર નોટિસ આપી દેવામાં આવી છે. શહેરમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી નહીં ધરાવતાં અનેક એકમો સામે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા તવાઇ લાવવામાં આવી છે.

આ સ્કૂલોને બંધ કરવા નોટિસ અપાઈ

 • એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલ, એસજી હાઇવે, છારોડી
 • સમીર કનુભાઇ માણેકલાલ સ્કૂલ, ટીવી ટાવર, ગુરૂકુળ રોડ, થલતેજ
 • એસ.એ .પ્રાથમિક ઈંગ્લિશ સ્કૂલ, સરસ સોસાયટી, નવરંગપુરા
 • અંકુર પ્રાથમિક સ્કૂલ, પાલડી,
 • ગંગાબા સ્કૂલ, નહેરૂ બ્રિજ કોર્નર, આશ્રમ રોડ
 • મંગલ વિદ્યાલય, મીઠાખળી, એલિસબ્રિજ
 • શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર, મયૂર પંખ સોસા. સેટેલાઇટ
 • શાંતિનિકેતન પ્રા.સ્કૂલ, ટોરેન્ટ પાવર પાસે, સોનલ રોડ, વેજલપુર
 • સૂરજ વિદ્યામંદિર, બીજો માળ, રાધે કોમ્પ્લેક્સ, વેજલપુર
 • અંજુમન ઇસ્લામ ઇંગ્લિશ સ્કૂલ, કાલુુપુર ટાવર, પાંચકુવા
 • સંત શ્રી આસારામજી ગુરૂકુળ હિન્દી, આસારામ આશ્રમ, મોટેરા
 • કે.જી. કે. હાયર સેકન્ડરી સ્કૂલ, બંગલા એરિયા, કુબેરનગર
 • શ્રી ગાયત્રી વિદ્યાલય, પાયલનગર સોસા. નરોડા
 • હરિઓમ હિંદી પ્રાઇમરી સ્કૂલ, કુબેરનગર
 • શાયોના ઇન્ટરનેશનલ કિડ્સ સ્કૂલ, શિવશક્તિનગર, નરોડા
 • ઉપાસના વિદ્યા વિહાર, સરગમ પાર્ક, પાર્શ્વનાથ ટાઉનશીપ, નરોડા
 • ધ લોટ્સ હાઇસ્કૂલ, વિરાટનગર બસસ્ટેન્ડ પાસે, ઇસનપુર
 • વિઝડમ સ્કૂલ, પંડિત ક્રિશ્ના મહેશ્વરી સ્ટ્રીટ, મણિનગર ઇસ્ટ
 • અમીન ઈંગ્લિશ પ્રાઇમરી સ્કૂલ, બુખારી પ્લોટ, બીબી તળાવ, વટવા
 • થોમસ ઈંગ્લિશ મીડીયમ સ્કૂલ, અજય ટેનામેન્ટ વિભાગ-6, વસ્ત્રાલ
 • પૂર્ણિમા હિન્દી પ્રાથમિક સ્કૂલ, જેસલપાર્ક, અંબિકાનગર, ઓઢવ
 • સ્કોલર સ્કૂલ, હરિવિલા સોસા., અંબિકાનગર, ઓઢવ
 • હરિઓમ વિદ્યાલય, શિવસુખનગર, વસ્ત્રાલ
 • સ્ટર્લિંગ ઈંગ્લિશ પ્રાથમિક સ્કૂલ, વિનાયક, રતનપુર, ઓઢવ
 • એક્તા માધ્યમિક શાળા, તીર્થભૂમિ સોસા. નારોલ કોર્ટ સામે
 • શાંતિ એશિયાટિક સ્કૂલ, બળિયાદેવ મંદિર પાસે, વસ્ત્રાલ
 • રૂબિ સ્કૂલ, ઢાળની પોળની સામે,આસ્ટોડિયા
 • વિવેકાનંદ હિંદી હાઇસ્કૂલ, જનતાનગર, અમરાઇવાડી
 • કોન્વેન્ટ ઈંગ્લિશ સ્કૂલ, જનતાનગર, અમરાઇવાડી
 • વિવેકાનંદ વિદ્યાલય, જનતાનગર, અમરાઇવાડી
 • રૂપબા વિદ્યા મંદિર, સત્યમનગર સોસાયટી ગોમતીપુર
 • સન ફ્લાવર ઈંગ્લિશ મિડિયમ , સત્યમનગર સોસા. ગોમતીપુર
 • શ્રી સાંઇ શિશુ વિહાર હિન્દી મિડિયમ, નવા વણઝર, સરખેજ
 • જ્ઞાનગંગા ગર્લ્સ હાઇસ્કૂલ, શાહપુર દરવાજા બહાર
 • વિશ્વ વિદ્યાલય હા.સે. સ્કૂલ, ન્યુ સિવિલ રોડ, અસારવા
 • શાયોના વિદ્યા મંદિર, રામેશ્વર મંદિર, મેઘાણીનગર
અન્ય સમાચારો પણ છે...