નોટિસ:GST રિટર્ન ન ભરનારા 35 હજાર કરદાતાના નંબર રદ કરવા નોટિસ

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બેથી વધુ રિટર્ન ફાઈલ નહીં કરનાર રજિસ્ટ્રેશન રદ થશે
  • ડિપાર્ટમેન્ટે​​​​​​​ અગાઉ સમયસર રિટર્ન ફાઈલ કરવા નોટિસ ફટકારી હતી

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ડિપાર્ટમેન્ટે જે લોકો સમયસર રિટર્ન ફાઈલ નથી કરતા તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટે મોટી સંખ્યામાં જે વેપારીઓએ રિટર્ન સમય પર ફાઇલ નથી કરતા તેઓને નોટિસ મોકલી સમય પર રિટર્ન ફાઇલ કરવાની ચેતવણી આપી હતી. હવે જે લોકોએ છેલ્લા છ મહિનાથી સતત રિટર્ન ફાઈલ નથી કર્યા અથવા બે કરતા વધારે રિટર્ન ફાઇલ નથી કર્યા તેવા અમદાવાદના 25થી 35 હજાર વેપારીઓના જીએસટી રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. આવા વેપારીઓને નોટિસ મોકલી તેમની સામે ટૂંક સમયમાં કાર્યવાહી હાથ ધરાશે.

વેપારીઓ સમયસર રિટર્ન ફાઈલ કરે તે માટે જીએસટી ડિપાર્ટમેન્ટે નોટિસ પાઠવી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેકસ એન્ડ કસ્ટમ (સીબીઆઇસી)એ કરદાતાઓ નિયમિત રિટર્ન ફાઇલ કરે તે માટે કાર્યવાહી કરવા જણાવ્યું છે. જેને લઇને લઇને વેપારીઓ સમયસર રિટર્ન ફાઇલ કરે તે માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જીએસટી વિભાગે જે વેપારીઓના રિટર્ન છેલ્લા 6 મહિનાથી કે બેથી વધુ રિટર્ન ભરવાના બાકી હોય તેવા કરદાતાઓને નોટિસ મોકલવામાં આવી છે. આવા કરદાતાઓને ઈ-મેઈલ અને મેસેજથી નોટિસ પાઠવવામાં આવી રહી છે. નોટિસમાં વેપારીઓએ બાકી રિટર્ન જલ્દી નહીં ભરે તો જીએસટી નંબર કેન્સલ કરવાની કાર્યવાહી કરવા જણાવ્યું છે. અમદાવાદમાં અંદાજે 25થી 35 હજાર કરદાતાઓને નોટિસ મોકલી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...