• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Notice To 40 RTO Inspectors Of The State Including 5 Of Ahmedabad; Proceedings Of The Transportation Office After A Dispute Between A Former ARTO And A Transport Company

કાર્યવાહી:અમદાવાદના 5 સહિત રાજ્યના 40 RTO ઇન્સ્પેક્ટરને નોટિસ; એક પૂર્વ ARTO અને ટ્રાન્સપોર્ટ કંપની વચ્ચે વિવાદ પછી વાહનવ્યવહાર કચેરીની કાર્યવાહી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટ્રાન્સપોર્ટ કંપનીના વિવાદમાં વાહનવ્યવહાર કમિશનર કચેરીએ રાજ્યના 40 આરટીઓ ઇન્સ્પેક્ટરને નોટિસ ફટકારતા સમગ્ર રાજ્યમાં વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આરટીઓ ઇન્સ્પેક્ટરના એસોસિએશનના સભ્યોએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, અમદાવાદના પાંચ ઇન્સ્પેકટરોને પણ નોટિસ મળતા ઇન્સ્પેકટર એસોસિએશનના પ્રમુખ સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે.આ અંગે પ્રમુખ ડી.બી.વણકરે કહ્યું કે, ઇન્સ્પેકટરોની રજૂઆત મળી છે. હવે નોટિસનો અભ્યાસ કરીને એસોસિએશનના સભ્યો સાથે મળીને કમિશનર સમક્ષ રજૂઆત કરાશે. આ અંગે વાહનવ્યવહાર કમિશનરનો ટેલિફોનિક સંપર્ક કરતા થઇ શક્યો નહતો.

આરટીઓ ઇન્સ્પેક્ટર એસોસિએશનના સભ્યોના જણાવ્યા અનુસાર ભાવનગરના તત્કાલીન એઆરટીઓ અને એક ટ્રાન્સપોર્ટ કંપની વચ્ચે થયેલા વિવાદમાં રાજ્યની ઘણી આરટીઓના ઇન્સ્પેક્ટરોને નોટિસ આપવામાં આવી છે. તત્કાલીન એઆરટીઓએ વાહનવ્યવહાર વિભાગમાં રજૂઆત કરી હતી કે, ચોક્કસ ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનોની પૂરતી ચકાસણી થતી નથી, જેથી આ વાહનો જે આરટીઓ વિસ્તારમાંથી પસાર થતા હોય ત્યારે તેની ચકાસણી કરનાર આરટીઓ ઇન્સ્પેકટરને નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે, જેના લીધે ઇન્સ્પેકટરોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.

કેટલાક ઇન્સ્પેકટરોએ મળીને એસોસિએશનના પ્રમુખ સમક્ષ લેખિત રજૂઆત કરી છે. ઇન્સ્પેકટરોએ કહ્યું કે, વાહન ચકાસણીમાં અમારી મોટાભાગે ભૂલ રહેતી નથી. આ નોટિસ માત્ર એક ટ્રાન્સપોર્ટ કંપનીને ધ્યાનમાં રાખીને અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...