તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:GSTR-1 અને 3બીમાં તફાવત આવતા શહેરના 37 હજાર કરદાતાને નોટિસ, ડિપાર્ટમેન્ટે 3 વર્ષના રિટર્નની ચકાસણી કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 4.50 લાખ કરદાતાને નોટિસ પાઠવી ખુલાસો મગાયો

જીએસટી ડિપાર્ટમેન્ટે 2018થી 2021 સુધીના ત્રણ વર્ષના જીએસટીઆર-1 અને 3બી રિટર્નની ચકાસણી કરી હતી. આ બે રિટર્ન વચ્ચે આવેલા તફાવ આવતાં અમદાવાદના 37 હજાર કરદાતાને નોટિસ પાઠવી ખુલાસો પૂછવામાં આવ્યો છે.

જીએસટી ડિપાર્ટમેન્ટે 2018-19 થી 2020-21ના ત્રણ વર્ષના પોર્ટલ પર ભરાયેલા રિટર્નને લઇને જીએસટી કરદાતાઓને એસએમએસ અને ઇમેઇલથી નોટિસ પાઠવી છે. જેમાં જણાયું છે કે, કરદાતા જીએસટીઆર-1 અને જીએસટીઆર -3બી વચ્ચે ભરાયેલા રિટર્ન વિગત સાથે સમજાવે. જીએસટીઆર-1માં વેચાણ-ક્રેડિટ નોટનો ડેટા અલગ બતાવવાનો હોય છે. સામાન્ય રીતે કરદાતાઓ દ્વારા બંને રિટર્નમાં ક્રેડિટ નોટનો તફાવત આવી રહ્યો છે.

જ્યારે જીએસટીઆર -3બીમાં ક્રેડિટ નોટનો ડેટા માઇનસ કરીને બતાવાનો હોય છે. જેથી આને લઇને સ્વભાવિક રીતે તફાવત આવે. વધારામાં સરકારે 18 માસ સુધી ટ્રાન્ઝેકશન સુધારવાની તક આપી છે. એટલે કે એપ્રિલથી માર્ચમાં ફાઇલ કરેલા ડેટામાં સુધારા પછીના 6 માસમાં થતો હોય છે. જેથી કરદાતાઓના જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બીને સરખાવામાં આવે તો તેમાં તફાવત પોર્ટલ પર દેખાય છે. પરંતુ વાસ્તવમાં તે તફાવત હોતો નથી. આમ અમદાવાદના 37 હજાર અને રાજ્યના 4.50 લાખ કરદાતાઓને નોટિસ પાઠવી વિગતો મગાવી છે. ઘણા વેપારીઓ એસએમએસમાં બતાવેલી રકમ જોઇને ચિંતામાં મુકાઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...