કાર્યવાહી:રિટર્નમાં તફાવતથી રાજ્યના 30 હજાર કરદાતાને નોટિસ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા બે વર્ષના રિટર્નનો ખુલાસો મગાયો
  • સ્ટેટ​​​​​​​ જીએસટીની કાર્યવાહીથી પરેશાનીમાં ‌વધારો

તાજેતરમાં સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યના 30 હજાર કરતા વધારે કરદાતાઓને નોટિસ પાઠવી છે. આ નોટિસ બે રિટર્નમાં આવેલા તફાવત તેમજ ઓનલાઇન દેખાતી આઇટીસીની તફાવતને લઇને આપવામાં આવી છે.

સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે રાજ્યના 30 હજાર જેટલા કરદાતાઓને 2017-18થી 2019-20ના ફાઇલ કરેલા રિટર્ન અને ભરવા પાત્ર ટેકસ વચ્ચે તફાવત હોવાના કારણે જીએસટી ભરવાની જવાબદારી નક્કી કરતી નોટિસ આપી છે. વધારામાં જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બી વચ્ચે તફાવતના આધારે જીએસટીની માગણી કરવામાં આવી છે. આ માગણી જીએસટીના રિટર્નમાં દર્શાવેલી ક્રેડિટ નોટને ધ્યાનમાં લીધા વગર કરવામાં આવી છે. જેને લઇને કરોડો રૂપિયાની માગણી આ નોટિસ દ્વારા કરવામાં આવી છે. આમ આને લઇને કરદાતાઓને કરોડો રૂપિયાની ડિમાન્ડ ઊભી કરી દેવામાં આવતા મુશ્કેલીમાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...