ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) વિભાગ તાજેતરમાં ભરવામાં આવેલા વાર્ષિક રિટર્નને અન્ય વર્ષોના રિટર્ન સાથે સરખાવી રહ્યું છે. સરખામણી પછી રાજ્યમાંથી અંદાજે 2 લાખ કરદાતાના રિટર્ન તપાસ હેઠળ લેવામાં આવ્યા છે. આ બે રિટર્નમાં આવેલા તફાવત ઉપરાંત આઇટીસીમાં દેખાતા તફાવતને લીધે શહેરના અંદાજે 25 હજાર કરદાતાને નોટિસ પાઠવવામાં આવી છે.
જીએસટી ડિપાર્ટમેન્ટે રાજ્યના વર્ષ 2017-18થી 2021-22ના ફાઈલ કરેલા રિટર્ન અને ભરવા પાત્ર ટેક્સ વચ્ચે તફાવત હોવાથી તપાસ હાથ ધરી હતી. 31 ડિસેમ્બરે ભરેલા જીએસટીના વાર્ષિક રિટર્ન તેમજ અન્ય રિટર્નની સરખામણીમાં તફાવતની હાલ તપાસ ચાલી રહી છે. એ પછી જીએસટી ભરવાની જવાબદારી નક્કી કરતી નોટિસ આપવામાં આવશે. મોટા ભાગે કરદાતાએ લીધેલી આઈટીસી અને ઓનલાઈન આઈટીસીમાં તફાવત મુદ્દે તપાસ હાથ ધરાઈ છે. જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બી વચ્ચે તફાવતને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો છે.
અગાઉના વર્ષના ચોપડા પણ મગાયા
તાજેતરમાં કરદાતાઓના રિટર્ન વચ્ચે આવેલા તફાવતને લઇને ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કરદાતાઓના તફાવતની સ્પષ્ટતા માટે ડિપાર્ટમેન્ટે નોટિસ આપી છે. કરદાતાઓને નોટિસ મળ્યાના 5 દિવસમાં પાછલા વર્ષના ચોપડા લઇને હાજર થવા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.