તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:કોરોનાને નિયંત્રણમાં લેવાની કામગીરીમાં ફરજ બજાવવાની ના પાડનાર જિલ્લાના 2 અધિકારીઓને એપેડેમિક એક્ટ મુજબ નોટિસ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ જિલ્લાનો નકશો - Divya Bhaskar
અમદાવાદ જિલ્લાનો નકશો
  • જરૂર પડે આવા અધિકારી કર્મચારીઓ સામે ખાતાકીય તેમજ રીતે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે
  • એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટોને તેઓના સ્થાનિક કાર્યક્ષેત્રના INCIDENT COMMANDER તરીકે કામગીરી
  • જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના 6 જેટલા અધિકારીઓની નિમણૂક કરાઈ

અમદાવાદ: અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર રાજ્ય-દેશ અને દૂનિયામાં ફેલાયેલા કોરોના વાઈરસને અટકાવવા તથા તેના નિયંત્રણમાં લેવાની કામગીરીમાં ફરજ બજાવવાની ના પાડનાર ડો. પી.એમ.પટેલ, રજીસ્ટ્રાર, ગુજરાત યુનિવર્સિટી તથા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ચેતનસિંહ વાઘેલા એમ બે અધિકારીઓને સીટી ડેપ્યુટી કલેક્ટર અને ઈન્સીડન્ટ કમાન્ડર  જે.બી.દેસાઈએ નોટિસ ફટકારી છે.  આ બન્ને અધિકારીઓને  ખુલાસો કરવા જણાવાયું છે અને તેનો અનાદર થયેથી “Disaster Management Act - 2005ની કલમ-૫૫,૫૬ અને The Indian Penal Code - 1860ની કલમ—૧૮૮ તથા  The Epedemic Act - 1897ની કલમ-૨ અને ૩  હેઠળ કાર્યવાહી હાથ ધરાશે તેમ એક યાદીમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સમગ્ર વિશ્વ “કોરોના” મહામારીનો સામનો કરી રહ્યું છે. વિશ્વભરમાં ફેલાયેલી નોવેલ કોરોના વાઈરસની બીમારીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં આ રોગના કેસો વધી રહ્યા છે ત્યારે  આ રોગને વધુ ફેલાતો અટકાવવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર તકેદારીપુર્ણ પગલા લઈ રહી છે.  તેના ભાગરૂપે  કેંદ્ર સરકારના ગૃહ સચિવના પત્ર લોકડાઉન  દરમિયાન બહાર પડાયેલી માર્ગદર્શિકા અંતર્ગત એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટોને તેઓના સ્થાનિક   કાર્યક્ષેત્રના INCIDENT COMMANDER તરીકે કામગીરી કરવા તથા ઉક્ત ગાઈડ લાઈનની તમામ સુચનાઓ ધ્યાને લઈને ફરજ પરના અધિકારી/કર્મચારીઓ પુરતા ON DUTY PASS, વાહનના પાસ, આવશ્યક ચીજ વસ્તુઓ/સેવાઓના નિયત નમૂનાના મુક્તિ પાસ આપવાના હોઈ  જિલ્લા કલેક્ટર દ્વારા  જિલ્લાના ૬ જેટલા અધિકારીઓની નિમણૂક કરાઈ છે.  
જે.બી દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતમા કટોકટી અને આપત્તિના સમયમાં તેને પહોંચી વળવા માટે સરકારના તમામ ખાતા વિભાગોના કર્મચારીઓ દિવસ રાત ખડે પગે ફરજ બજાવે છે અમુક અધિકારી-કર્મચારીઓ આ ફરજ ટાળતા હોય છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તેમજ  એપેડેમિક એક્ટમાં તમામ ખાતાના અધિકારી કર્મચારીઓ તેમજ ખાનગી વ્યક્તિ મિલકતનો ઉપયોગ કરવાની સત્તાઓ અપાયેલી છે જેના દ્વારા આપત્તિને પહોંચી વળવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવા સમયે ફરજ પ્રત્યે બેદરકારી બિલકુલ ચલાવી લેવા પાત્ર હોતી નથી જેથી હુકમની બજવણી કરવા છતા કટોકટીમાં ફરજ પર હાજરના થયેલા અધિકારીઓને અમદાવાદ કલેક્ટરની સૂચનાથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તેમજ એપેડેમીક એક્ટ હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે. જરૂર પડે આવા અધિકારી કર્મચારીઓ સામે ખાતાકીય તેમજ રીતે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...