અમદાવાદ જિલ્લામાં પ્રિમોન્સૂન કામગીરી હેઠળ 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 215 સબ સેન્ટર વિસ્તારમાં ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં ટાયર પંચર કરતી 416 દુકાનોમાં તપાસ કરી હતી. જેમાં બેદરકારી દાખવનાર 111 દુકાન માલિકોને નોટીસ અપાઇ હતી.
અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે કહ્યું કે, અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ચોમાસામાં મેલેરિયા સહિતનો રોગચાળો ફેલાય નહીં તે માટે પ્રિમોન્સૂનની કામગીરી હાથધરાઇ હતી. આ ઉપરાંત સરકારી, બિનવપારીશી મકાનોમાં મચ્છર ઉત્પતિ ના થાય તે ખાસ જોવા જીઆઇડીસીમાં મજુરી કરતા લોકની વસાહત, લેબર મુવમેન્ટ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. મેલેરિયા તથા ડેન્ગ્યુના પેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પતિ અકાવાશે તો મેલેરિયા થતો રોકી શકાશે.
કર્મચારીઓ દ્વારા ટાયરોની દુકાનોમાં ચકાસણી કરાઇ હતી. ટાયરમાં પાણી ન ભરાય તે માટે ઢાંકીને અથવા શેડમાં મૂકવા માટે સૂચના આપવામાં આવી હતી. બાવળામાં સૌથી વધુ 53 નોટીસ અને સૌથી ઓછી વિરમગામમાં 2 નોટીસ અપાઇ છે. ધોલેરા અને દેત્રોજમાં એક પણ નોટીસ અપાઇ નથી.
કુલ આઠસોથી વધુ ટાયરોનો નિકાલ પણ કરાયો છે. ચોમાસા પૂર્વે મેલેરિયા વિભાગના કર્મચારીઓ દ્વારા પોરાનશક કામગીરી ઉપરાંત મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના વાહકજન્ય રોગથી બચવાના ઉપાયો અંગે સમજણ અપાઇ હતી. વિભાગ દ્વારા હજી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પણ ચકાસણી હાથધરાશે. જો ગંદકી અથવા ભરાયેલા પાણીના સ્થળો મળી આવશે તો તેનો નિકાલ કરાશે અને સાથો સાથ એકમના માલિકને નોટીસ પણ અપાશે.
પંચરની દુકાનોને અપાયેલી નોટિસ | ||
તાલુકા | કુલ દુકાન | નોટિસ |
દસક્રોઇ | 82 | 15 |
સાણંદ | 74 | 21 |
બાવળા | 67 | 53 |
ધોળકા | 46 | 9 |
વિરમગામ | 51 | 2 |
દેત્રોજ | 14 | 0 |
માંડલ | 20 | 7 |
ધંધુકા | 41 | 4 |
ધોલેરા | 21 | 0 |
વિરમગામમાં પંચરની દુકાનોમાં સરવે
વિરમગામ આરોગ્ય કર્મચારીઓ દ્વારા ડેન્ગ્યુ માટેના મેઇન સોર્સ માનવામાં આવતા ટાયર દુકાનોની ચકાસણી કરવામાં આવી હતી. ટાયરમાં પાણી ન ભરાય તે માટે ઢાંકીને અથવા શેડમાં મુકવા માટે સુચના આપવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોરાનાશક કામગીરી ઉપરાંત મેલેરીયા, ડેન્ગ્યુ સહિતના વાહકજન્ય રોગથી બચવાના ઉપાયો અંગે સમજણ આપવામાં આવી હતી. ડેન્ગ્યુ માટેના મેઇન સોર્સ માનવામાં આવતા ટાયરની દુકાનોની ચકાસણી કરવામાં આવી હતી. ડેન્ગ્યુ માટે મેઇન સોર્સ એવા ટાયર ત્રણ વર્ષ સુધી ઈંડા રહે અને ગમે ત્યારે પાણી મળે તો જીવતા થઇ લાર્વી બને છે તથા થોડા દિવસોમાં જ મચ્છર બની જાય છે.
આ ઉપરાંત સરકારી, બિનવપરાશી મકાનોમાં મચ્છર ઉત્પત્તિ ના થાય તે ખાસ જોવા અને જીઆઇડીસીમાં મજુરી કરતા લોકોની વસાહત, લેબર મુવમેન્ટ પર ખાસ ધ્યાન રાખવા માટે આરોગ્ય કર્મચારીઓને સુચના આપવામાં આવી છે. મેલેરીયા તથા ડેન્ગ્યુનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા અને ડેન્ગ્યુ થતો રોકી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.