આજે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડીને શહેરભરના તમામ સીસીટીવીનો સમય અને તારીખ એકસરખી રાખવા હુકમ કર્યો છે. કોર્ટમાં કાયદાકીય મુશ્કેલીઓને પગલે શહેરમાં એકસરખો ભારતીય માનક સમય જાળવવા માટે ગૃહવિભાગના નોટિફિકેશનના આધારે આદેશ કર્યો છે.
સમય અને તારીખને લઈને જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
અમદાવાદ શહેરમાં બનતા ગુનાઓની તપાસમાં સીસીટીવી કેમેરાની ભૂમિકા અત્યંત મહત્વની જણાય આવેલી છે. પરંતુ શહેરના જુદાજુદા સ્થળોએ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં દર્શાવવામાં આવતી તારીખ અને સમય જુદા-જુદા હોય છે. જેના કારણે ગુનાઓની તપાસ દરમિયાન અગવડતાઓ ઊભી થતી હોય છે. તેમજ તપાસમાં પોલીસનો મહત્વનો સમય વ્યર્થ જતો હોય છે. ત્યારે આવા સીસીટીવી ફૂટેજને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે ત્યારે સમયની વિભિન્નતાના કારણે પુરાવાની વિશ્વસનિયતા પર પ્રશ્નાર્થ ઊભા થવાની શક્યતા રહેલી છે. જેથી શહેરમાં તમામ સીસીટીવીના ચોક્ક તારીખ અને ભારતીય માનક મુજબ સમય બતાવવો જરૂરી છે.
11 ફેબ્રુઆરી સુધી જાહેરનામું પ્રસિધ્ધ કરવાનો હુકમ
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ગૃહ વિભાગના 8-11-1982ના નોટિફિકેશન તથા 7-1-1989ના સંકલિત જાહેનામા અન્વયે તેમને મળેલી સત્તાની રૂએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની 144 અનુસાર આવતી કાલે રાતના 13 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી રાતના 12 વાગ્યા સુધી જાહેરનામું પ્રસિધ્ધ કરીને હુકમ કર્યો છે.
સમય અને તારીખમાં ફેરફાર જણાશે તો કાર્યવાહી
અમદાવાદ શહેરનાના પોલીસ કમિશનરની હદમાં આવતા તમામ વિસ્તારમાં સીસીટીવી કેમેરાના માલિકો, સંચાલકો, વ્યવસ્થાપકોના હસ્તક તમામ સીસીટીવીમાં ચોક્કસ તારીખ અને ભારતીય સમય અનુસાર સય સેટ કરવા આદેશ કર્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે આઈપીસી કલમ 188 મુજબ ફરિયાદ થશે. આ માટે પોલીસ કમિશનરેટમાં ફરજ બજાવતા અનાર્મ હેડકોન્સ્ટેબલ અને તેનાથી ઉપરી દરજ્જાના પોલીસ અધિકારીઓ ફરિયાદ નોંધવા અધિકૃત કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.