તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ટૂર ઓપરેટરોને બાકી સર્વિસ ટેક્સ મામલે GSTની નોટિસ, ધંધા ઠપ છે એ સમયે નોટિસ ફટકારતાં રોષ

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમદાવાદના 2 હજાર સહિત રાજ્યના 5 હજારથી વધુ ટૂર ઓપરેટરને રૂ.1 લાખથી માંડી 30 લાખ સુધીની રિકવરી કઢાઈ

ટૂર ઓપરેટરોના 2014થી બાકી નીકળતા સર્વિસ ટેક્સ મુદ્દે જીએસટી વિભાગે નોટિસ ફટકારી છે. અમદાવાદના 2 હજાર અને રાજ્યના 5 હજારથી વધુ ટૂર ઓપરેટરોની રૂ.1 લાખથી લઇને 30 લાખની રિકવરીની નોટિસ કાઢી છે.

કોવિડ-19ને લઇને ટૂર-ટ્રાવેલ્સનો બિઝનેસ ઠપ છે. ઘણાં વેપારીઓએ તો બિઝનેસ સંકેલવાની તૈયારી કરી છે. તેવામાં જીએસટીએ બાકી નીકળતા સર્વિસ ટેક્સની રિકવરી કાઢી છે. જે મામલે નોટિસ ઇસ્યુ થતાં વેપારીઓમાં રોષ છે. વેપારીઓનો દાવો છે કે, અમદાવાદમાં અંદાજે 2 હજાર અને ગુજરાતમાં 6 હજારથી વધુ વેપારીને નોટિસ પાઠવી છે.

અખિલ ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ઓપરેશન ફેડરેશન અનુસાર, ટ્રાવેલ્સમાં રૂ.10 લાખથી વધુ ટર્નઓવર થાય તો સર્વિસ ચાર્જ ન હતો, એ વિગતને ધ્યાને લીધા વગર રૂ.15થી 50 લાખ સુધીની રિકવરી નોટિસ ઇસ્યુ કરી દીધી છે. જેની ખરેખર ભૂલ છે, તેમને નોટિસ આપવી જોઇએ. આ લોકોએ ટ્રાવેલ રિલેટેડ જેવા કે, હોટલ બુકિંગ, ટ્રાવેલ્સ, બસ માલિક, કાર માલિક, ટૂર પેકેજની સર્વિસ આપતા કરદાતાઓને નોટિસ ઇસ્યુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...