ભાસ્કર એક્સક્લૂસિવIT વિભાગની તરફેણમાં ચુકાદો:અમદાવાદના 4500 જ્વેલર્સને નોટબંધી સમયના વ્યવહારોની નોટિસ

અમદાવાદ13 દિવસ પહેલાલેખક: કેતનસિંહ રાજપૂત
  • કૉપી લિંક
  • સુપ્રીમે IT વિભાગની તરફેણમાં ચુકાદો આપતાં કાર્યવાહી
  • રાજ્યના 42 હજાર જ્વેલર્સ-વેપારીને નોટિસ, 60% ટેક્સ, 60% પેનલ્ટી લાગશે

નોટબંધી સમયે કરેલા રોકડ વ્યવહારોને લઇને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે વેપારીઓને નોટિસ પાઠવી હતી. આ નોટિસને લઇને કરદાતા હાઇકોર્ટમાં ગયા હતા. જેમાં હાઇકોર્ટે કરદાતાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો પરંતુ સુપ્રીમે ડિપાર્ટમેન્ટેની તરફેણમાં ચુકાદો આપતા શહેરના 4500 અને રાજ્યમાં 42 હજાર જ્વેલર્સ અને વેપારીઓએ નોટબંધી સમયે કરેલા રોકડ વ્યવહારો બદલ નોટિસ પાઠવી છે.

જવાબ નહીં આપે 60 ટેક્સ અને 60 પેનલ્ટી
વેપારીઓ કે જ્વેલર્સ આ નોટિસનો જવાબ નહીં આપે 60 ટેક્સ અને 60 પેનલ્ટી લાગશે. આશિષ અગ્રવાલ તેમજ અન્ય કરદાતાની સામે ઇન્કમટેક્સે સુપ્રીમ કોર્ટમાં અપીલ ફાઇલ કરી હતી. જેમાં સુપ્રીમે ડિપાર્ટમેન્ટની તરફેણમાં સુપ્રીમે ચુકાદામાં કહ્યું કે, ડિપાર્ટમેન્ટે છેલ્લા ચાર વર્ષમાં ઓપન કરેલા એસેમેન્ટની કાર્યવાહી યોગ્ય છે અને ડિપાર્ટમેન્ટને પાવર છે તે કરી શકે છે. સોનીઓ દ્વારા કરાયેલા ખોટા રોકડના વ્યવહારો પકડાઇ જશે.

કાર્યવાહીને લઇને વેપારીઓ તેમજ જ્વેલર્સમાં ફફડાટ વ્યાપ્યો
પ્રમાણમાં સેકશન 148એ-બીની નોટિસો અપાઈ છે. અમદાવાદમાં મુખ્યત્વે જ્વેલર્સ અને લકઝરી ગુડઝનું વેચાણ કરતા વેપારીઓના રોકડ વ્યવહારોની વિગતો માગી છે. કરદાતા આ વ્યવહારો સમજાવવામાં નિષ્ફળ જશે તો 60 ટકા ટેકસ અને 60 ટકા પેનલ્ટી લાગુ પડશે. આ કાર્યવાહીને લઇને વેપારીઓ તેમજ જ્વેલર્સમાં ફફડાટ વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...