• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Notice Against PI For Not Appearing In Time Frequently; Contempt Of Court Against Ghatlodia's PI For Not Submitting D list In 1998 Murder Case

સુનાવણી:વારંવાર મુદતમાં હાજર ન થતાં PI સામે નોટિસ; 1998ના હત્યા કેસમાં ડી-લિસ્ટ રજૂ ન કરતાં ઘાટલોડિયાના PI સામે કન્ટેમ્પ્ટ ઓફ ધ કોર્ટ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 1998માં ઘાટલાેડિયામાં અગાઉની અદાવત રાખી હત્યા કરનાર આરાેપીના કેસની સુનાવણીમાં દસ્તાવેજી પુરાવા (ડી-લિસ્ટ) રજૂ ન કરી ઘણા સમયથી મુદતમાં ગેરહાજર રહેનાર ઘાટલાેડિયાના પીઆઇ વિરુદ્ધ એડિ.સેશન્સ જજ એમ. એ. મીરજાએ કન્ટેમ્પટ ઓફ ધ કાેર્ટની નાેટિસ કાઢી છે. કાેર્ટે આ નાેટિસ એસીપી દ્વારા બજવણી કરવાનાે નિર્દેશ કર્યાે છે.

સુરેન્દનગરમાં જમીન બાબતે થયેલી હત્યાનું કાવતરું કરી 28 નવેમ્બર 1998ના રાેજ ઘાટલાેડિયામાં દીપક શેઠ પર ગાેળીબાર કરી હત્યા કરાઈ હતી. આ કેસમાં ફરાર આરાેપી ઘનશ્યામસિંહ ઝાલાની ઘાટલાેડિયા પાેલીસે 2000માં ધરપકડ કરી હતી. પાેલીસે આરાેપી વિરુદ્ધ કાેર્ટમાં પુરવણી ચાર્જશીટ કરી હતી. આ કેસની ટ્રાયલ સેશન્સ કાેર્ટમાં ચાલી રહી છે. સેશન્સ કાેર્ટમાં આ કેસની સુનાવણી 16 નવેમ્બરે હતી.

એ વખતે આરાેપીએ તેમના એડવાેકેટ અયાઝ શેખ દ્વારા હાજર થઈ રજૂઆત કરી હતી કે, આ કેસમાં ઘણા સમયથી દસ્તાવેજી પુરાવા (ડી-લિસ્ટ રજૂ કરાતા નથી, જેના કારણે કેસમાં વિલંબ થાય છે. કાેઈ રિપાેર્ટ પણ રજૂ કરાયો નથી. જોકે તપાસ અધિકારી ન આવતા તથા સરકારી વકીલે લિસ્ટ રજૂ ન કરતા કાેર્ટે આકરું વલણ અપનાવી તપાસ અધિકારી સામે કાેર્ટના અનાદર બદલ કન્ટેમ્પ ઓફ ધ કાેર્ટની નાેટિસ કાઢી છે.

અન્ય સમાચારો પણ છે...