તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે અને કોંગ્રેસના સૂપડા સાફ થયાં છે. બીજી તરફ અમદાવાદમાં ઓવૈસીની AIMIM પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે. ત્યારે એલ.ડી.કોલેજ અને ગુજરાત કોલેજ પાસે જયશ્રી રામ અને અલ્લાહુ અકબરના નારા લાગ્યા હતાં. પોલીસે ઘર્ષણના ભયથી ભાજપ અને AIMIM પાર્ટીના કાર્યકરોને વિખેરી નાંખ્યાં હતાં. ભાજપની જીતને લઈને ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદમાં આવી પહોંચ્યા છે. તો બીજી બાજુ શહેરમાં ખાનપુર ભાજપના કાર્યાલય ખાતે જીતની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સાંજે પ્રચંડ જીતની ઉજવણીનો જશ્ન મનાવાશે. મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને ભાજપના કાર્યકરોને જીત બદલ આભાર પણ માન્યો છે.
‘આપ’ અને ઓવૈસીએ કોંગ્રેસનો ખેલ બગાડ્યો
બીજી બાજુ કોંગ્રેસની સ્થિતિ પહેલાં કરતાં પણ નાજુક થતી શરૂઆતના ટ્રેન્ડમાં જોવા મળી છે. આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટીનું ખાતુ ખુલતાં કોંગ્રેસને મતનું નુકશાન ભોગવવું પડ્યું છે. વડોદરામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર થઈ રહી છે. અમદાવાદમાં ભાજપ આગળ રહેતા ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં કાર્યકરોનો જમાવડો થયો છે. શહેરમાં ગુજરાત કોલેજની બહાર જોધપુર વોર્ડના કાર્યકર્તાઓ ઉજવણી માટે તૈયાર થઈ ગયાં છે.અમદાવાદમાં પોલીસ- ભાજપ કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી. પૂર્વ કોર્પોરેટર બિપિન સિક્કાની પોલીસ સાથે માથાકૂટની ઘટના સામે આવી છે. મતગણતરી કેન્દ્રમાં જવા બાબતે બોલાચાલી થઈ હતી.
રસ્તા બંધ કરાતા લોકોની પોલીસ સાથે બોલાચાલી
ગુજરાત કોલેજની બહાર ગેટ બંધ કરતા લોકો માં રોષ ફેલાયો હતો. જજના ડ્રાયવર,ઓફીસ એ જતા લોકો,અને હોસ્પિટલમાં જતા લોકો અટવાયા હતાં. ચારે બાજુ ગેટ બંધ કરતા લોકો માં રોષ ફેલાયો છે.પોલીસ કર્મીઓ સાથે લોકોએ બોલાચાલી કરી હતી. લાંબી બોલાચાલી બાદ લોકો સામે પોલીસની પીછેહઠ થઈ હતી અને પોલીસે લોકોના આક્રોશના કારણે બેરીકેટીંગ હટાવી દીધાં હતાં. બીજી બાજુ વસ્ત્રાલમાં આમ આદમી પાર્ટીએ ઈવીએમ પર આક્ષેપો કર્યાં છે.
પરિણામમાં અમદાવાદની સ્થિતિ
અમદાવાદના 24 વોર્ડની મતગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અને બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે ચાલી રહી છે. ગુજરાતમાં ઓવૈસીની AIMIM પાર્ટીની ‘એન્ટ્રી ’ થઈ છે. કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને AIMIMએ જમાલપુરમાં 4 બેઠક જીતી આખી પેનલ કબજે કરી છે. જ્યારે અમદાવાદમાં ભાજપની સત્તાનું પુનરાવર્તન થયું છે અને 157 બેઠકો પર કબ્જો કર્યો છે. જ્યારે કોગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માની હાર થઈ છે. પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના ઉમેદવાર દિનેશ શર્માની હાર થઈ છે. જ્યારે કોંગ્રેસના કારમી હારને પગલે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલે પોતાના પદેથી રાજીનામુ આપી દીધું છે. 476 સીટમાંથી 401 પર આગળ છે અને કોંગ્રેસ 50 બેઠક જ જીતી શકી છે. 6 મહાનગરપાલિકાની 576 બેઠકોમાંથી 401 બેઠકો સાથે ભાજપે ગત ચૂંટણીનો રેકોર્ટ તોડી નાખ્યો છે. 2015ની ચૂંટણીમાં ભાજપે 389 પર જીત મેળવી હતી.
મતગણતરીના બંને સ્થળની હાલની સ્થિતિ
ગુજરાત કોલેજ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. પોલીસ 30થી વધુ જવાન ગેટ પર તૈનાત, તમામ ઉમેદવાર અને એજન્ટોનું સઘન ચેકિંગ કરીને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત કોલેજની ફરતે પોલીસે રસ્તા બંધ કરી બેરિકેડિંગ કર્યું છે. એલ. ડી.કોલેજના 2 નંબરના ગેટ પાસે બેરિકેટિંગ કરી રસ્તા બંધ કરવામાં આવ્યા છે. વાહન લઇને જવા પર પ્રતિબંધ છે. જ્યારે પોલીસ ઉપરાંત BSFનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જ્યારે ઉમેદવારો 3 નંબરના ગેટથી વાહન લઇને આવી શકશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.