તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:અમદાવાદ જિલ્લાના ખેડૂતોને લોન ભરવા દબાણ ન કરવા, સ્કૂલની 6 મહિનાની ફી માફી માટે રજૂઆત

અમદાવાદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ જિલ્લાના ખેડૂતોને લોન ભરવા દબાણ કરાય નહીં, વિદ્યાર્થીઓને છ મહિનાની ફી માફી આપવા અને એસી ન હોય તેવાં ઘરોને 1500 સુધીનાં વીજ બિલમાં માફી મળે તેવી માગ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, વિરમગામ અને ધંધૂકા ધારાસભ્ય તેમ જ જિલ્લા પંચાયત વિપક્ષ નેતાએ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે.અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજસિંહ વાઘેલાએ કહ્યું કે, વિરમગામના ધારાસભ્ય લાખા ભરવાડ ધંધુકાના રાજુ ગોહિલ અને જિલ્લા પંચાયત વિપક્ષ નેતા અમરસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં ખેડૂતોના પ્રશ્ને ગંભીર રજૂઆત કરાઈ હતી. જિલ્લા કલેક્ટર કે.કે. નિરાલાએ આ અંગે જણાવ્યું હતું કે, જિલ્લા કોંગ્રેસના કેટલાક આગેવાનોએ મને શાંતિપૂર્વક રજૂઆત કરી હતી. ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ કરવા ઝડપથી પ્રયાસ કરાશે. જરૂર પડશે તો સરકાર સમક્ષ રજૂઆત કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો