અમદાવાદ / આત્મનિર્ભર લોનના ફોર્મ માટે ધક્કા ન ખાતા, બેંકોમાં ફોર્મ ખૂટી પડ્યા, 1લી જૂને આવવા બોર્ડ માર્યા

Not pushing for atmnirbhar loan forms, finished forms in banks, hit the board to come on June 1st
X
Not pushing for atmnirbhar loan forms, finished forms in banks, hit the board to come on June 1st

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 09:37 AM IST

અમદાવાદ. આત્મનિર્ભર ગુજરાત અભિયાન અંતગર્ત રાજય સરકારે નાના વેપાર-ધંધા-ઉદ્યોગોને વાર્ષિક બે ટકાના સસ્તા વ્યાજ દરની રૂપિયા એક લાખની લોન આપવાની જાહેરાત કરી હતી. લોનના અરજી ફોર્મ 21મેના રોજ બેંકોમાંથી આપવાની શરૂઆત થઈ છે જો કે માત્ર બે દિવસમાં જ લોનના ફોર્મ ખૂટી ગયા છે. બેન્કોએ બહાર ફોર્મ ન હોવાના બોર્ડ મારી દીધા છે. કેટલીક જગ્યાએ 26 મે તો કેટલીક બેન્કોએ 1લી જૂનથી ફોર્મ મળશે તેવા બોર્ડ મારી દીધા છે જેથી હવે અમદાવાદીઓએ હજી ફોર્મ લેવા રાહ જોવી પડશે. માત્ર બે દિવસમાં મોટાભાગની બેંકોમાં લોનની અરજીના ફોર્મ ખૂટી પડ્યા છે. લોકો ફોર્મ લેવા આવે છે જો કે ફોર્મ ન મળતાં ધક્કા ખાઈને પાછા જાય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી