તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદના મેયર ભૂલાયા:જગન્નાથજીની જળયાત્રામાં શહેરના પ્રથમ નાગરિક મેયરને આમંત્રણ નહીં

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી હોય તે કાર્યક્રમમાં મેયરને આમંત્રણનો પ્રોટોકોલ છે
  • જળયાત્રા બાદ નીતિન પટેલે કહ્યું, કોરોનાની સ્થિતિ જોયા પછી રથયાત્રા અંગે નિર્ણય

શહેરમાં નીકળતી રથયાત્રા પૂર્વેની પરંપરાગત જળયાત્રા ગુરુવારે નીકળી હતી પણ તે વિવાદોમાં ઘેરાઈ હતી. જો કે, જળયાત્રામાં શહેરના પ્રથમ નાગરિક ગણાતા મેયર કે અન્ય કોઈ મ્યુનિ. પદાધિકારીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.

જળયાત્રા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. શહેરના કોઈપણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી આવતા હોય તો પ્રોટોકોલના ભાગરૂપે મેયરને આમંત્રણ આપવામાં આવતું હોય છે. પરંતુ જળયાત્રા માટે તેમને આમંત્રણ અપાયું જ ન હતું. દર વર્ષે રથયાત્રા નીકળે ત્યારે મ્યુનિ. કંમ્પાઉન્ડ ખાતે મેયર તેનું સ્વાગત કરતાં હોય છે. સામાન્ય રીતે આવા કાર્યક્રમમાં મેયરને આમંત્રણ મળતું હોય છે. એક અહેવાલ મુજબ કોરોના સંક્રમણને કારણે મર્યાદિત સંખ્યામાં જળયાત્રા કાઢવામાં આવી હોવાથી આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.

જળયાત્રામાં મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ભાજપના દંડક કે અન્ય કોઈ મ્યુનિ. નેતાની હાજરી ન દેખાતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.

દરમિયાન જળયાત્રા ભગવાન હવે 15 દિવસ માટે નીજ મંદિરમાંથી મોસાળમાં રહેશે. 15 દિવસ સુધી ભગવાન અંતરપટમાં રહેશે અને અમાસે નીજ મંદિર પરત ફરશે.

રથયાત્રા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, મંદિરના સહયોગથી સરકાર રથયાત્રા કાઢવા તૈયાર છે. પરંતુ આગામી સમયમાં કોરોનાની પરિસ્થિતિને જોઈને યોગ્ય નિર્ણય કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...