ધોરણ 12 સામાન્ય પ્રવાહના આજે જાહેર થયેલા પરિણામમાં ભાષાના વિષયોમાં 100 ટકાની નજીકમાં પરિણામ આવ્યું છે. આ ઉપરાંત ગ્રેડ પ્રમાણે પરિણામ જોવામાં આવે તો આ વખતે A1 ગ્રેડમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ પાસ થયાં છે. આ વખતે વિદ્યાર્થીઓએ ભાષાના વિષયોમાં સૌથી વધુ માર્કસ મેળવ્યાં છે. આ વખતે રાજ્યમાં 1064 સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે માત્ર એક સ્કલ એવી છે જેનું માત્ર 10 ટકાથી ઓછું પરિણામ આવ્યું છે.સૌથી વધુ 95.41 ટકા પરિણામ મેળવનાર ડાંગ જિલ્લામાં A1 ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી પાસ નથી થયો.
B2 અને C1 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયાં
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આ વખતે A1 ગ્રેડનું પરિણામ ખૂબજ ઓછું આવ્યું છે. બીજી તરફ રાજ્યમાં સૌથી વધુ પરિણામ મેળવનાર ડાંગ જિલ્લામાં A1 ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી. તે ઉપરાંત સંઘ પ્રદેશ દમણ અને નર્મદા જિલ્લામાં પણ એક પણ વિદ્યાર્થી A1 ગ્રેડમાં પાસ થયો નથી. જ્યારે સંઘ પ્રદેશ દિવમાં એક, મહિસાગરમાં 3, છોટા ઉદેપુરમાં 2, તાપીમાં 3, દાહોદમાં પાંચ, વલસાડમાં 7 અને પંચમહાલમાં આઠ વિદ્યાર્થીઓએ જ A1 ગ્રેડ મેળવ્યો છે.સુરતમાં સૌથી વધુ 643, રાજકોટમાં 402 અને અમદાવાદમાં 207 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. સૌથી ઓછુ 76.49 ટકા રિઝલ્ટ મેળવનાર વડોદરા જિલ્લામાં 48 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે સમગ્ર પરિણામની વાત કરીએ તો A1માં 2092, A2માં 25432, B1માં 63472, B2માં 85507, C1માં 77076, C2માં 35037, Dમાં 2610 અને E1માં 61 વિદ્યાર્થીઓ પાસ થયાં છે.
ગુજરાતી, હિન્દી, સમાજશાસ્ત્ર અને ભૂગોળમાં 99 ટકાથી વધુ પરિણામ
આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ગુજરાતી હિન્દી, સમાજશાસ્ત્ર અને ભૂગોળમાં 99 ટકાથી વધુ પરિણામ આવ્યું છે. ગુજરાતી પ્રથમ ભાષામાં કુલ 2,90,616 વિદ્યાર્થીઓમાંથી 2,87,903 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 99.18 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે હિન્દી દ્વિતિય ભાષામાં કુલ 1,01,626 વિદ્યાર્થીઓમાંથી 1,00,269 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 99.28 ટકા પરિણામ આવ્યું છે. સમાજશાસ્ત્રમાં કુલ 1,52,573 વિદ્યાર્થીઓમાંથી 1,50,534 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 99.04 ટકા પરિણામ આવ્યું છે. ભૂગોળની વાત કરીએ તો કુલ 1,37,678 વિદ્યાર્થીઓમાંથી 1,36,016 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 99.09 ટકા પરિણામ આવ્યું છે.
અંગ્રેજી સંસ્કૃત અને મનોવિજ્ઞાનમાં 98 ટકા પરિણામ
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી સંસ્કૃત અને મનોવિજ્ઞાનમાં 98 ટકા પરિણામ આવ્યું છે. અંગ્રેજી પ્રથમ ભાષામાં કુલ 36,618 વિદ્યાર્થીઓમાંથી 36,470 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 98.78 ટકા પરિણામ આવ્યું છે. સંસ્કૃતમાં કુલ 1,27,487 વિદ્યાર્થીઓમાંથી 1,25,908 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 98.40 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે મનોવિજ્ઞાનની વાત કરીએ તો કુલ 1,01,699 વિદ્યાર્થીઓમાંથી 1,00,469 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં 98.48 પરિણામ આવ્યું છે. અંગ્રેજી દ્વિતિય ભાષા, અર્થશાસ્ત્ર, સ્ટેટેસ્ટિકસ, ફિલોસોફીમાં 98 ટકાથી ઓછું પરિણામ આવ્યું છે.
નાપાસ થયેલા અને પરિણામ સુધારાની જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓ
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે અને વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ત્યારે વિષય વાર નાપાસ થયેલા અને પરિણામમાં સુધારાની જરૂરિયાત વાળા ઉમેદવારોની કુલ સંખ્યા 46,253 છે. જેમાં એક વિષયમાં નાપાસ અને સુધારાની જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓની સંખ્યા 23,575 છે. જ્યારે બે વિષયમાં 11,577 છે. ત્રણ વિષયની વાત કરીએ તો 4,967 છે. સૌથી ઓછા 9 વિષયમાં નાપાસ થયેલા અને પરિણામમાં સુધારાની જરૂરિયાત વાળા ઉમેદવારોની કુલ સંખ્યા 9 છે.
ગુજરાતનાં મુખ્ય શહેરના બે વર્ષના પરિણામની તુલના
જીલ્લો | 2020 | 2022 | ||
ગ્રેડ | A1 | A2 | A1 | A2 |
સુરત | 189 | 2614 | 643 | 4382 |
રાજકોટ | 108 | 1551 | 402 | 2,558 |
ભાવનગર | 29 | 684 | 151 | 2,113 |
અમ.શહેર | 40 | 1042 | 106 | 1630 |
અમ.ગ્રામ્ય | 16 | 550 | 101 | 1115 |
90થી 99 % માં 2020 અને 2022નાં પરિણામ વચ્ચે તફાવત
પ્રર્સન્ટાઇલ રેન્ક | 2,020 | 2022 | તફાવત |
99થી વધુ | 4,091 | 3610 | -481 |
98થી વધુ | 8,265 | 7112 | -1153 |
96થી વધુ | 16130 | 14337 | -1,793 |
94થી વધુ | 24090 | 21251 | -2,839 |
92 થી વધુ | 32240 | 28534 | -3706 |
90થી વધુ | 40430 | 35475 | -4955 |
પરિણામ વધુ હોવા છતાં 2020 કરતા આ વર્ષે 90પર્સન્ટાઇલ રેન્કરની સંખ્યામાં ઘટાડો થયો. રેકોર્ડ પરિણામ હોવા છતાં સારા રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધનીય ઘટાડો થયો.
વિષયવાર પરિણામ
વિષય | પરિણામ % |
હિન્દી(S.L) | 99 |
ગુજરાતી (F.L) | 99 |
ભૂગોળ | 99.09 |
સોશિયોલોજી | 99.04 |
અંગ્રેજી(F.L) | 98.78 |
સાયકોલોજી | 98.48 |
સંસ્કુત | 98.4 |
ઇકોનોમીક | 97.23 |
અંગ્રેજી (S.L) | 97 |
વાણિજય વ્યવસ્થા | 97 |
ફિલોસોફી | 95 |
નામાના મૂળતત્વો | 93.33 |
સ્ટેટ | 90.2 |
કમ્પ્યુટર | 85.72 |
ગુજરાતી, અંગ્રેજી, હિન્દી માધ્યમમાં ગત વર્ષની સરખામણી
માધ્યમ | 2,022 | 2020 | તફાવત |
ગુજરાતી | 87 | 76.11 | 11 |
અંગ્રેજી | 87 | 81.72 | 5.13 |
હિન્દી | 77.42 | 66.71 | 11 |
અગાઉના રિઝલ્ટની તુલનામાં 11.11%નો વધારો
ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-2022ની સરખામણીએ ગત શૈક્ષણિક વર્ષ 2020-2021ની તુલના કરી શકાય તેમ નથી.કારણ કે ગત શૈક્ષણિક વર્ષ 2020-2021માં ગુજરાત સરકારે માસ પ્રમોશન જાહેર કર્યુ હોવાથી તમામ માધ્યમોનુ પરિણામ 100 ટકા આવેલુ હતુ. આથી ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-2022ની સરખામણી શૈક્ષણિક વર્ષ 2019-2020 સાથે કરીએ તો ગુજરાતી માધ્યમનું પરિણામ શૈક્ષણિક વર્ષ 2019-2020માં 76.11 ટકા આવેલુ હતું. જે ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-2022માં 87.22 ટકા આવેલું છે. આમ 11.11 ટકાનો સૌથી વધુ વધારો નોંધાયો છે. જ્યારે હિન્દી માધ્યમમાં શૈક્ષણિક વર્ષ 2019-2020ના 66.71 ટકાની સરખામણીએ ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-2022માં 77.42 ટકા આવવાથી 10.71 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે અંગ્રેજી માધ્યમમાં શૈક્ષણિક વર્ષ 2019-2020માં 81.72 ટકા પરિણામ આવેલુ હતું. જે ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-2022માં 86.85 ટકા આવવાથી માત્ર 5.13 ટકાનો વધારો નોંધાયો છે.
એ-1,2 ધરાવતા છાત્રો વધ્યા, નાપાસ થનારા ઘટ્યા
ધોરણ 12 સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામમાં રાજ્યભરમાં સ્કોલર વિદ્યાર્થીઓની સંખ્યામાં એટલે કે એ1 ગ્રેડ, એ2 ગ્રેડ તેમજ બી1,બી2 મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. જ્યારે સી1 અને સી2 અને ડી ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે નાપાસ થનારા એટલે કે ઈ ગ્રેડ મેળવનારા તેમજ એનઆઈ (નીડ ઈમ્પ્રુવમેન્ટ) મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને ગુજરાતના મુખ્ય ચાર જિલ્લાઓના પરિણામમાં એ1 અને એ2 ગ્રેડ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો જોવા મળ્યો છે. જ્યારે ડાંગ ડિલ્લાનુ પરિણામ સૌથી વધુ એટલે કે 95.41 ટકા હોવા છતાં એક પણ વિદ્યાર્થી એ1 ગ્રેડ મેળવી શક્યો નથી. વડોદરા જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.49 ટકા હોવા છતાં એ1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 48 છે.
ભાસ્કર એક્સપર્ટ
બી.બી.એ.-એમ.બી.એ.નો ક્રેઝ વધશે- કમ્પ્યુટર-ITનો ટ્રેન્ડ વધશે
અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પણ વાણિજ્ય વિદ્યાશાખામાં બી.કોમ.નો કોર્સ હોટ કેક બની રહે અને સૌથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કોર્સમાં પ્રવેશ મેળવે તેવી સંભાવના છે. જો કે આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થી સંખ્યાની ટકાવારીમાં નજીવો ઘટાડો થવાની સંભાવના છે. છેલ્લાં કેટલાક વર્ષનો ટ્રેન્ડ જોતા બી.બી.એ., એમ.બી.એ.નો ક્રેઝ વધી શકે છે. જો કે તાજેતરના વર્ષોમાં કમ્પ્યુટર-આઈ.ટી. તરફનો ઝોક વધ્યો હોવાથી એમ.એસ.સી (આઈ.ટી, એ.આઈ, ડેટા સાયન્સ, એનિમેશન, મશીન લર્નિંગ) તેમજ બી.સી.એ.-એમ.સી.એ. કરનારા વિદ્યાર્થીની સંખ્યામાં ધીમો પણ મક્કમ વધારો. - ડો. રાજેન્દ્ર ઉપાધ્યાય, કરિયર કાઉન્સેલર
આર્ટસ વિદ્યાશાખામાં પાંચ ટકાથી વધુ મેરિટ ઊંચું જવાની શક્યતા
આર્ટ્સમાં કુલ 43 કોલેજો ,16000થી વધુ બેઠકો, પાંચ ટકાથી વધુ મેરિટ અપ જવાની શક્યતા અંગ્રેજી માધ્યમની કોલેજો તેમજ જાણીતી, મધ્યમ કક્ષાની કોલેજોમાં પ્રવેશ માટે ધસારો રહેશે. - પ્રો.જયેશ સોલંકી, આર્ટ્સ પ્રવેશ કમિટીના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી(2020-2021 વર્ષ)
ડાંગમાં ઊંચુ પરિણામ, એકપણ વિદ્યાર્થાીને એ-1 ગ્રેડ નહીં
4 જીલ્લાઓના પરિણામમાં એ1 અને એ2 ગ્રેડ વિદ્યાર્થીની સંખ્યા વધી. ડાંગનું પરિણામ સૌથી વધુ 95.41 % હોવા છતાં એક પણ વિદ્યાર્થી એ-1 ગ્રેડ નથી. વડોદરાનું પરિણામ સૌથી ઓછું 76.49 ટકા છતાં એ-1 ગ્રેડ છાત્ર 48 છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.