તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અર્જુન મોઢવાડિયાનો આક્ષેપ:દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ 'આયુષ્યમાન ભારત' યોજના હેઠળ ગુજરાતમાં એકપણ કોરોના દર્દીની સારવાર નહીં

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અર્જુન મોઢવાડિયાની ફાઈલ તસવીર - Divya Bhaskar
અર્જુન મોઢવાડિયાની ફાઈલ તસવીર
  • દેશમાં 'આયુષ્યમાન ભારત' અંતર્ગત 6 લાખ કોરોના દર્દીઓની સારવારમાં રૂ.12 કરોડ ખર્ચ્યા: અર્જુન મોઢવાડિયા
  • આનાથી અનેક ગણા રૂપિયા તો યોજનાને સૌથી મોટી હેલ્થ સ્કીમ બતાવી જાહેરાતો પાછળ ધુમાડો કરી દેવાયા: મોઢવાડિયા

'આયુષ્યમાન ભારત' યોજનાને દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ ગણાવી ઢંઢેરો પિટવામાં આવ્યો હતો. પરંતુ તેનો પોપટો કોરોના મહામારીમાં ફુટી ગયો છે. આ અંગે માહિતી આપતા કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્ય હતુ કે, કોરોના મહામારી સમયમાં ગુજરાતમાં 'આયુષ્યમાન ભારત' યોજના અંતર્ગત એકપણ દર્દીની સારવાર કરવામાં આવી નથી.

ગુજરાતના 10 હજારથી વધુ કાર્ડ ધારકોએ અરજી કરી હતી
અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યુ હતુ કે, રાજ્યમાં આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ ધરાવતા 10,430 લોકોએ કોરોના સારવારના ખર્ચ ચુકવવા સરકારમાં અરજી કરી હતી. પરંતુ તેમની અરજીને પણ ભાજપની નઘરોળ સરકારે ધ્યાને લીધી નથી. કોરોના મહામારીમાં પોતાના સ્વજનોને બચાવા લોકો રઝળી રહ્યા હતા, ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચો કરી રહ્યા હતા, પરંતુ ભાજપ સરકારને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ આપવાનું સુઝ્યુ નહીં.

કયા રાજ્યના કેટલા દર્દીઓની કોરોના સારવાર આયુષ્માન યોજના દ્વારા થઈ તેની યાદી
કયા રાજ્યના કેટલા દર્દીઓની કોરોના સારવાર આયુષ્માન યોજના દ્વારા થઈ તેની યાદી

દેશમાં 6 લાખ કાર્ડ ધારકોની સારવારનો ખર્ચ સરકારે ચૂકવ્યો
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતુ કે, સમગ્ર દેશમાં પણ આયુષ્યમાન ભારત યોજનાથી 50 કરોડ લોકોને લાભની વાત કરવામાં આવી હતી. પરંતુ કોરોના મહામારી દરમિયાન 1,77,73,464 આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ ધારકોએ કોરોનાની સારવારના ખર્ચ માટે અરજી કરી હતી, જે પૈકી માત્ર 6 લાખ 5 હજાર 308 કોરોના દર્દીઓની સારવાર પાછળ સરકારે માત્ર રૂ.12 કરોડ જેટલો ખર્ચ કર્યો છે.

યોજનામાં ખર્ચથી વધુ યોજનાના પ્રચારમાં વપરાયા
​​​​​​​તેઓ વધુમાં કહે છે, આનાથી અનેક ગણા રૂપિયાનો તો આયુષ્ય ભારત યોજનાને દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ ગણાવી મોદીજીની છબી ચમકાવવાની જાહેરાતો પાછળ ધુમાડો કરી દેવાયો હતો. જે 6 લાખ 5 હજાર 308 કોરોના દર્દીઓની આયુષ્યમાન ભારત યોજના હેઠળ સારવાર થઈ છે. તેમાંથી 1.50 લાખ દર્દીઓની સારવાર તો આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં થઈ છે. એટલે બાકીના રાજ્યોની સ્થિતી સમજી શકાય તેમ છે. તેમાંય ગુજરાતમાં તો એકપણ કોરોના દર્દીની સારવાર આયુષ્યમાન ભારત યોજના હેઠળ થઈ જ નથી.

કોંગ્રેસે 2012માં એક દિવસમાં 17 કરોડથી વધુને પોલીયોની રસી આપી
​​​​​​​
તેઓ વધુમાં ઉમેરે છે કે, કોંગ્રેસ સરકારે ફેબ્રુઆરી 2012માં એક દિવસમાં 17 કરોડથી વધુ બાળકોને પોલીયોની રસી આપી હતી, પરંતુ કોંગ્રેસ સરકારે ક્યારેય છ મહિનામાં પણ 17 કરોડ લોકોને કોરોના રસીના બે ડોઝ ના આપી શકનારાઓની જેમ પ્રચારના નાટક નહોંતા કર્યા. ફરક સ્પષ્ટ છે, કોંગ્રેસ માટે ભારતને પોલીઓ મુક્ત બનાવવુ પ્રાથમિક્તા હતી, પરંતુ ભાજપ સરકાર માટે ભારતને કોરોના મુક્ત બનાવવુ નહીં, માત્ર પ્રચાર અને વાહવાહી પ્રાથમિક્તા છે.