સંક્રમણ કાબૂમાં:અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાનો એકેય દર્દી નહીં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આહના સાથે સંકળાયેલી હોસ્પિટલમાં મહિના પછી દાખલ દર્દીની સંખ્યા શૂન્ય પર પહોંચી

કોરોનાની બીજી લહેરમાં શહેરની સરકારી હોસ્પિટલો સાથે ખાનગી હોસ્પિટલો પણ દર્દીથી હાઉસફુલ થઇ હતી. થોડા દિવસ પહેલા સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીનો આંકડો શૂન્ય થયો હતો. બુધવારે આહ્ના સાથે સંકળાયેલી શહેરની ખાનગી હોસ્પિટલમાં એક મહિના બાદ કોરોનાના દાખલ દર્દીની સંખ્યા શૂન્ય પર પહોંચી છે.

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (આહ્ના)ના આંકડા મુજબ, એક અઠવાડિયા દરમિયાન હોસ્પિટલમાં કોરોનાના પોઝિટિવ દર્દીની સંખ્યા વધીને 7 સુધી પહોંચી હતી. આ તમામ દર્દી સ્વસ્થ થયા છે, બુધવારે ખાનગી હોસ્પિટલમાં એકેય દર્દી દાખલ ન હોવાથી એક મહિના બાદ તમામ 2997 બેડ ખાલી થયા છે.

કોરોનાના 2 કેસ, 22 હજારને રસી
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે. બુધવારે વધુ 21,793 લોકોને રસી આપવામાં આવી હતી. 6,251એે પ્રથમ તો 15,552 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...