તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • North Gujarat Saurashtra May Get Rain, Night Curfew In 18 Cities Remains Unchanged On 18th, 100 People Exempted From Marriage, Vaccination Mandatory For Traders

મોર્નિંગ બ્રીફ:ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે, 18 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્-18ને કર્ફ્યૂ મુક્તિ, લગ્નમાં 100 વ્યક્તિને છૂટ, વેપારીઓ માટે વેક્સિન ફરજિયાત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નમસ્કાર!

વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષ માટે RTE હેઠળ પ્રવેશપ્રક્રિયા શરૂ થશે. કટોકટીની કાળરાત્રિને 46 વર્ષ પૂરાં થયાં...ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ52,699.00+392.92
ડોલરરૂ.74.16-0.11
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ48,500-300

આ 4 ઘટના પર રહેશે નજર
1) ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે.
2) વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષ માટે RTE હેઠળ પ્રવેશપ્રક્રિયા શરૂ થશે.
3) કટોકટીની કાળરાત્રિને 46 વર્ષ, ભાજપના ધારાસભ્યો, કાર્યકરો, આગેવાનો કટોકટીનો કાળો દિવસ કાર્યક્રમમાં સામેલ થશે.
4) પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ ફરી શરૂ થશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) રાજ્યનાં 18 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્ અને 18ને કર્ફ્યૂ મુક્તિ, લગ્નમાં 100 વ્યક્તિને છૂટ, વેપારીઓ માટે વેક્સિન ફરજિયાત
કોરોનાના કહેરને પગલે રાજ્યનાં 36 શહેરોમાં મિની લોકડાઉન લગાવવામાં આવ્યું હતું, પરંતુ હવે બીજી લહેર શાંત થતાં સરકાર તબક્કાવાર રાહત આપી રહી છે. સરકારે રાજ્યનાં 18 શહેરને નાઈટ કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપી છે અને 18 શહેરને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્ત કર્યાં છે તેમજ સિનેમાઘરો, મલ્ટિપ્લેક્સ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. જ્યારે લગ્નપ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે. નવાં નિયંત્રણો અને ગાઈડલાઈન્સનો 27 જૂનથી અમલ કરાશે.
વાંચો સમાચાર વિગતવાર

2) કોર્ટે પૂછ્યું, તમે મોદી સમાજને ચોર કહ્યું છે?, રાહુલ ગાંધીનો જવાબ, હું એવું બોલ્યો નથી, હવે 12 જુલાઈએ સુનાવણી થશે
કોર્ટમાં હાજરી આપવા માટે કોંગ્રેસનેતા રાહુલ ગાંધી સુરત આવ્યા હતા. રાહુલ ગાંધીએ નિવેદન કર્યું હતું કે દરેક ચોરની અટક મોદી કેમ હોય છે. આ સંદર્ભે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કોર્ટમાં અંદાજે એક કલાક હાજરી આપ્યા બાદ સીધા જ એરપોર્ટ જવા રવાના થયા છે. આ સુનાવણીમાં મોટા ભાગના પ્રશ્નોમાં રાહુલ ગાંધી મને ખબર નથી..મને ખબર નથી...મને ખબર નથી....એવા એક જ જવાબ આપતા રહ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

3) વડોદરામાં રજિસ્ટર લગ્ન કરી વિધર્મી યુવકે બળજબરીથી હિન્દુ યુવતીનું ધર્મપરિવર્તન કરાવ્યું, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
ગુજરાતમાં લવ-જેહાદનો કાયદો આવ્યા બાદ વડોદરા શહેરમાં એક જ અઠવાડિયામાં લવ-જેહાદની વધુ એક ફરિયાદ નોંધાઇ છે. વડોદરામાં હિન્દુ યુવતી સાથે રજિસ્ટર લગ્ન કરીને ઘરે લાવ્યા બાદ પતિએ બળજબરીથી ધર્મપરિવર્તન કરાવ્યું હતું અને બીભત્સ વીડિયો બતાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. મુસ્લિમ ધર્મ પાળવા માટે યુવતી પર ત્રાસ ગુજારતા પતિ, સસરા અને જેઠ સામે લગ્ન કરીને પસ્તાયેલી હિન્દુ યુવતીએ ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફતેગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેયની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
વાંચો સમાચાર વિગતવાર

4) મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ 21 કેસમાંથી 2 સંક્રમિતોની ટ્રાવેલ હિસ્ટ્રી સુરતની મળતાં પાલિકા તંત્ર હરકતમાં આવ્યું
કોરોનાની ત્રીજી લહેરને લઈ સરકાર અને તંત્ર અલર્ટ છે. નવા ડેલ્ટા વેરિયન્ટના મહારાષ્ટ્રમાં 21 કેસ સામે આવ્યા છે, જેમાંથી બે લોકોની ટ્રાવેલ્સ હિસ્ટરી સુરત છે. હાલ જ આ નવા વેરિયન્ટને કેન્દ્ર સરકાર દ્વારા વેરિયન્ટ ઓફ કન્સર્ન જાહેર કરાયો છે. જે રીતે સુરતમાંથી મહારાષ્ટ્ર પહોંચેલા બે લોકોમાં આ વેરિયન્ટ જોવા મળ્યો છે એને કારણે હવે પાલિકા તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.
વાંચો સમાચાર વિગતવાર

5) વડોદરામાં છેલ્લાં 4 વર્ષથી ટાયર વિના ભંગાર હાલતમાં ગેરેજમાં પડેલા ટૂ-વ્હીલરનો ઇ-મેમો ઘરે આવ્યો, મેમો જોતાં જ એક્ટિવાચાલક ચોંકી ઊઠ્યો
વડોદરામાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરનારાઓને ઇ-મેમો આપવામાં આવે છે, પરંતુ ઇ-મેમો મોકલવાની કામગીરીમાં અવારનવાર છબરડા થતા હોય છે, ત્યારે વધુ એક છબરડો સામે આવ્યો છે, જેમાં 4 વર્ષથી ટાયર વગર ગેરેજમાં બંધ હાલતમાં પડી રહેલા એક્ટિવાના માલિકને ટ્રાફિક-પોલીસ દ્વારા ઇ-મેમો આપવામાં આવતાં એક્ટિવામાલિક ચોંકી ઊઠ્યો હતો અને તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...