તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉત્તરાયણને દિવસે પતંગબાજીની મજા પવનની ગતિ પર નિર્ભર હોય છે, જેને કારણે ઉત્તરાયણે પવનની ગતિ કેવી રહેશે, તે હંમેશા ચર્ચાનો વિષય રહે છે. ત્યારે ઉત્તરાયણના દિવસે સવારથી બપોર સુધી પવનની ગતિ 10થી 18 કિલોમીટરથી વધુ રહેવાની શક્યતા હોવાથી પતંગરસિકોને બપોર સુધી મોજ પડી જશે. ત્યારબાદ ગતિ ઘટતાં ઠૂમકાં મારવા પડશે.
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, ઉત્તરાયણના દિવસે સવારથી બપોર સુધી પવનની ગતિ સારી રહેશે. બપોર પછી ગતિ ઘટીને 5થી 9 કિમીની થઈ જશે. ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણના દિવસે સવારે 9.30થી બપોરે 12.30 સુધી પવનની ગતિ 5થી 10 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દિવસે અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને 11થી 12 ડિગ્રી પહોંચવાની શક્યતા છે.
ગુરૂવારે પવનદેવ અમદાવાદીઓને ખુશ કરશે
આજે બુધવારે મોડી રાત સુધી અમદાવાદીઓ પતંગ અને દોરી ખરીદવા માટે બજારોમાં ઉમટી પડ્યા હતા. છેલ્લી ઘડીની ખરીદી કરીને પતંગબાજી માટે અમદાવાદીઓ સજ્જ થઈ ગયા છે. ત્યારે હવામાન વેબસાઈટ એક્યુવેધર દ્વારા કરાયેલા હવામાન અનુમાન મુજબ આવતીકાલે ઉત્તરાયણે પૂર્વ-ઉત્તર-પૂર્વમાં 9 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.
શુક્રવારે પણ પતંગરસિયા પતંગદાજીની મજા લે એટલો પવન હશે
હવામાન વેબસાઈટ એક્યુવેધર અનુસાર શુક્રવારે પણ હવામાન સામાન્ય રહેશે અને પતંગદાજીને અનુકૂળ હવામાન રહેશે. તેમજ પવનની ગતિ પણ 6 કિમી પ્રતિકલાકની ગતિએ રહેશે. પવન ઉત્તર ઉત્તરપૂર્વમાંથી ફૂંકાશે.
એક રાતમાં ઠંડીનો પારો 4 ડિગ્રી સુધી ગગડ્યો, હજુ જોર વધશે
રાજ્યમાં શરૂ થયેલા ઉત્તર-પૂર્વથી ઉત્તરના ઠંડા પવનોની અસરથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો પારો ગગડતાં ઠંડીમાં વધારો થયો છે. અમદાવાદના લઘુતમ તાપમાનમાં એક જ દિવસમાં 4.4 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. સમગ્ર રાજ્યમાં 5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. આગામી બે-ચાર દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા પવનોનું જોર વધતાં,અમદાવાદનું મહત્તમ તાપમાન 27.0 ડિગ્રી અને લઘુતમ મંગળવાર કરતાં 4.4 ડિગ્રી ગગડીને 12.0 ડિગ્રી નોંધાયુું હતું. હજુ બેથી ચાર દિવસમાં શહેરમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની આગાહી છે.
પતંગબાજી માટે પવનની ગતિ
ઉત્તરાયણ-14 જાન્યુઆરી
સમય | પવનની ગતિ | દિશા |
સવારે 6:30થી 9:30 | 10થી 18 કિ.મી. પ્રતિકલાક | પૂર્વ-ઉત્તર-પૂર્વ |
સવારે 9:30થી બપોરે 12:30 | 9થી 17 કિ.મી. પ્રતિકલાક | પૂર્વ-ઉત્તર-પૂર્વ |
બપોરે 12:30થી બપોર 3:30 | 6થી 11 કિ.મી. પ્રતિકલાક | પૂર્વ-ઉત્તર-પૂર્વ |
બપોરે 3:30થી સાંજના 6:30 | 5થી 9 કિ.મી. પ્રતિકલાક | ઉત્તર-પૂર્વ |
વાસી ઉત્તરાયણ 15 જાન્યુઆરી
સવારે 6:30થી 9:30 : | 6થી 10 કિ.મી. પ્રતિકલાક | પૂર્વ-ઉત્તર-પૂર્વ તેમજ ઉત્તર-પૂર્વ |
સવારે 9:30થી બપોરે 12:30 | 5થી 10 કિ.મી., પ્રતિ કલાક | ઉત્તર-પૂર્વ, ઉત્તર-ઉત્તર-પૂર્વ |
બપોર 12:30થી બપોરે 3:30 | 3થી 8 કિ.મી., પ્રતિ કલાક | ઉત્તર-ઉત્તર-પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ |
બપોરે 3:30થી સાંજે 6:30 | 3થી 7 કિ.મી., પ્રતિ કલાક | ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર |
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.