તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Non seasonal Rains May Fall In Various Parts Of The State, Relief For The Second Day In A Row In Corona, Less Than 13,000 Cases For The First Time In 10 Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે, કોરોનામાં સતત બીજા દિવસે પણ રાહત, 10 દિવસ બાદ પહેલીવાર 13 હજારથી ઓછા કેસ

12 દિવસ પહેલા

નમસ્કાર!
રાજ્યભરમાં 18+ના લોકોને કોરોના વેક્સિન આપવાનો ત્રીજો દિવસ. અમદાવાદમાં AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

આ 4 ઘટના પર રહેશે નજર
1) અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા.
2) રાજ્યભરમાં 18+ના લોકોને કોરોના વેક્સિન આપવાનો ત્રીજો દિવસ.
3) અમદાવાદમાં AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) કોરોનામાં સતત બીજા દિવસે પણ રાહત, ગઈકાલ કરતા 869 કેસ ઘટ્યા, 10 દિવસ બાદ પહેલીવાર 13 હજારથી ઓછા કેસ, 153ના મોત

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. 24 કલાકમાં 12,978 કેસ નોંધાયા છે, જે 1 મેના રોજ નોંધાયેલા 13,847 કરતા 869 કેસ ઓછા છે. આમ 10 દિવસ બાદ પહેલીવાર 13000થી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા 22 એપ્રિલે 13,105 કેસ નોંધાયા હતા. જ્યારે સતત ત્રીજા દિવસે 10 હજારથી વધુ એટલે કે 11,146 દર્દીએ કોરોનાને માત આપી છે. તેમજ 24 એપ્રિલ બાદ પહેલીવાર 153 દર્દીનાં મોત થયાં છે.
વાંચો સમાચાર વિગતવાર

2) લોધિકાના જસવંતપુર અને તરવડા ગામમાં 100 % વેક્સિનેશનથી કોરોનાનો એકપણ કેસ નહીં, એક વર્ષથી ગામમાં દુકાનો બંધ
રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્ર્મણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે ઘણાં એવા પણ ગામડા છે, જ્યાં કોરોનાની સામે જનજાગૃતિ, અનુશાસન અને 100 % વેક્સિનેશનથી આજસુધી કોરોનાનો એક પણ કેસ આવ્યો નથી. હાલ લોધિકાના જસવંતપુર અને તરવડા ગામમાં માઈક, બેનર્સ, મિટિંગો દ્વારા ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશનથી કોરોનાનો એકપણ કેસ આવ્યો નથી. આ ઉપરાંત એક વર્ષથી ગામમાં દુકાનો પણ બંધ છે અને ફેરિયાને પ્રવેશ પણ નિષેધ છે.
વાંચો સમાચાર વિગતવાર

3) સુરતમાં સાડા ચાર વર્ષની બાળકી પર હેવાનિયત, દુષ્કર્મ-સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્ય બાદ યુવકે હત્યા કરી
સુરતના હજીરામાં સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ બાદ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બાળકીના પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે કે, આરોપી યુવકે બાળકી સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ કર્યું હતું. ત્યારબાદ પથ્થર મારી બાળકીનું ગળું અને મોઢું દબાવી હત્યા કરી હતી. પોલીસે 27 વર્ષના સુજીત કુમાર નામના આરોપીની ધરપકડ કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

4) દહેગામના પાલૈયા રોડ ઉપર બોલેરો પલટતાં ત્રણના ઘટનાસ્થળે મોત, મૃતકો ઓઢવ-નિકોલ અને ભાટના રહેવાસી
ગાંધીનગર જિલ્લાના દહેગામના પાલૈયા રોડ પર આજે બપોરના સમયે બોલેરો ગાડીના ચાલકે પોતાની ગાડી પરનો કાબુ ગુમાવી દેતા ગાડી રોડ રોડની સાઇડમાં ચોકડીમાં પલટી ખાઇને ઝાડ સાથે અથડાતા ગાડીમાં સવાર ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ કમમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે 108 તેમજ દહેગામ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ મૃતકોની ઓળખ વિધિ કરવાની કામગીરીમાં લાગી ગઈ હતી.
વાંચો સમાચાર વિગતવાર

ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર
ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર

5) મોરવા હડફમાં ભાજપના નિમિષાબેન સુથારનો 45 હજાર મતથી વિજય, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર હતી
પંચમહાલ જિલ્લાની મોરવાહડફ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીમાં ભાજપે કબ્જે કરી છે. ભાજપના નિમિષા સુથાર 45,432 મતથી વિજયી બન્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ પોતાની હાર સ્વીકારી હતી અને હારનું ઠીકરું કોરોના પર ફોડ્યું હતું, કોરોનાને લઈને મતદાન ઓછું થતા હાર થઈ હોવાનું જણાવ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો