તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનામત:ગુજરાતમાં બિનઅનામત વર્ગની જાતિઓમાં હિન્દુ ધર્મની વધુ 20 અને મુસ્લિમ ધર્મની વધુ 12 જાતિનો સમાવેશ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા વર્ષ નિયત કરાયેલી બિનઅનામત વર્ગની જાતિઓની યાદીમાં હિન્દુઓની વધુ 20 અને મુસ્લિમોની વધુ 12 જાતિ- પેટા જાતિનો સમાવેશ કરાયો છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા 6 ડિસેમ્બર 2018ના ઠરાવથી બિનઅનામત વર્ગની જાતિઓની યાદી તૈયાર કરાઈ છે. જેમાં કુલ 69 જાતિઓનો સમાવેશ કરાયો છે. ત્યારબાદ વર્ષ 2019માં બે વખત આ યાદીમાં નવી જાતિઓનો સમાવેશ કરાયો હતો. હવે ફરી એકવાર બિનઅનામત વર્ગમાં નવી જાતિઓ- પેટા જાતિઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જણાવાયું કે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગો- અન્ય પછાત વર્ગો સિવાયની કોઇપણ જાતિ, સમૂહ કે જૂથનો ઉલ્લેખ બિનઅનામત વર્ગની યાદીમાં ન થયો હોય તેવી જાતિના ઉમેદવારો- અરજદારોને પણ સક્ષમ સત્તાધિકારીએ બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.

બિનઅનામત હિન્દુ જાતિઓમાં સમાવેશ કરેલ જાતિઓ/પેટાજાતિઓ

 • હિન્દુ વાલમ બ્રાહ્મણ
 • ખંડેલવાલ (મૂળે ગુજરાતમાં સ્થાયી થયેલ)
 • મોઢ વણીક, મોઢ વાણીયા
 • રાયવવાળ બ્રાહ્મણ
 • ખેડાવાળ બ્રાહ્મણ, બાજ ખેડાવાળ બ્રાહ્મણ, સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ
 • જેઠી મલ્લ, જેષ્ઠી મલ્લ, જયેષ્ઠી મલ્લ
 • પુરબીયા રાજપૂત ક્ષત્રિય
 • હિન્દુ આરેઠીયા
 • વાવિયા
 • હિન્દુ મહેતા
 • મોરબીયા
 • જોબનપુત્રા
 • પુષ્કર્ણા બ્રાહ્મણ
 • સિધ્ધુરુદ્ર બ્રાહ્મણ
 • સાંચીહર બ્રાહ્મણ
 • પુરોહિત, રાજપુરોહિત
 • માહેશ્વરી, અગ્રવાલ, અગ્રવાલ (વૈષ્ણવ વણિક), અગ્રવાલ (વૈષ્ણવ વાણિયા)
 • ઠક્કર
 • મારુ રાજપૂત
 • અમદાવાદ રાવત (રાજપૂત)

બિનઅનામત મસ્લિમ જાતિઓમાં સામેલ જાતિઓ/પેટા જાતિઓ

 • કુરેશી મુસ્લીમ
 • સુન્ની મુસલમાન વ્હોરા પટે, સુન્ની મુસલમાન
 • શીયા જાફરી મોમીન જમાત, મુસલમાન મોમીન
 • મોમીન, વૈદ્ય જ્ઞાતિ, મોમીન સુથાર, સુથાર (મુસ્લીમ), મુમન
 • ખેડવાયા મુસ્લીમ
 • ચૌહાણ (મુસલમાન)
 • મુસ્લીમ ખત્રી
 • બુખારી
 • મુસ્લીમ રાઉમા, મુસ્લીમ રાયમા
 • મીરઝા, બેગ
 • પિંઢારા
 • મુસ્લિમ વેપારી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો મોટાભાગનો સમય પરિવાર સાથે આરામ તથા મનોરંજનમાં પસાર થશે અને અનેક સમસ્યાઓનો ઉકેલ મળવાથી ઘરનું વાતાવરણ પોઝિટિવ રહેશે. વ્યક્તિગત તથા વ્યવસાયિકને લગતી થોડી મહત્ત્વપૂર્ણ યોજના પણ બનશે. નેગ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser