• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Non disclosure Petition In The High Court Regarding The Advertisement Issued For Recruitment In NCLT, Demand To Reduce The Age Limit In Selection Of Judges.

રજૂઆત:NCLTમાં ભરતી માટે બહાર પાડવામાં આવેલ જાહેરાતને લઈને હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી, જજની પસંદગીમાં વય મર્યાદા ઘટાડવા માંગ

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત હાઇકોર્ટ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટરને નોટિસ ઇશ્યુ કરી છે

દેશભરની નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, એટલે કે NCLTમાં ભરતી માટે બહાર પાડવામાં આવેલ જાહેરાતને લઈને ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે NCLT ના જજ તરીકે પસંદગીનો ક્રાઇટેરિયા 50 વર્ષ નક્કી કરવામાં આવ્યો છે, જે ઘટાડવા ઉપરાંત કંપની લો ટ્રિબ્યુનલને કોર્પોરેટ અફેર મંત્રાલયમાંથી કાયદા મંત્રાલયમાં ખસેડવા માટે પણ માંગ કરવામાં આવી છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટરને નોટિસ ઇશ્યુ કરી છે.

જજ તરીકે નિમણૂક માટેની ભરતીમાં ઉંમર 50 વર્ષ
દેશભરમાં અલગ અલગ વિભાગ કે ક્ષેત્રને લગતી કાયદાકીય બાબતો અંગે ખાસ ટ્રીબ્યુનલ કોર્ટની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, કે જે મોટી-મોટી કંપનીને લગતા મુદ્દાઓ અંગેની કાયદાકીય બાબતો સાંભળી ચુકાદા આપે છે. જેમાં જજની ભરતી માટેની જાહેરાત કોર્પોરેટ મંત્રાલય મારફતે કરવામાં આવી છે. જે અંતર્ગત જજ તરીકે નિમણૂક માટેની ભરતીમાં ઉંમર 50 વર્ષ નક્કી કરવામાં આવી છે. જેની સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે.

હાઇકોર્ટમાં જજ બનવા માટે 10 વર્ષનો એડવોકેટનો અનુભવ જરૂરી
આ બાબતે અરજદારના વકીલ વિશાલ દવેએ જણાવ્યું કે કોર્ટ સમક્ષ દલીલ મૂકી કે જ્યારે હાઇકોર્ટમાં જજ બનવા માટે 10 વર્ષનો એડવોકેટ તરીકેનો અનુભવ અને 35 વર્ષની ઉંમર નક્કી થયેલ છે, તો ટ્રિબ્યુનલ કોર્ટમાં જજ માટેની ઉંમરનો ક્રાઇટેરિયા 50 વર્ષ કેમ? નવા અને યુવા એડવોકેટને તક મળે તે માટે તે માટે ઉંમરના નિયમમાં ફેરફાર કરવો જોઈએ.

દેશભરમાં 16 જેટલી NCLT કાર્યરત છે
અરજદાર નિપુણ સંઘવીએ જણાવ્યું કે દેશભરમાં 16 જેટલી NCLT કાર્યરત છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે NCLTની 2 કોર્ટ કાર્યરત છે. જેમાં ગુજરાત સહિત મધ્ય પ્રદેશ અને બે કેન્દ્રશાસિત પ્રદેશના કિસ્સા પણ આ કોર્ટમાં ચાલે છે. જેની સામે હાલ માત્ર 2 જજ કાર્યરત છે. હાલ બહાર પાડવામાં આવેલ ભરતીની જાહેરાતમાં કુલ ૧૨ જેટલા જજ ની ભરતી થવાની છે જેથી કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી છે કે જજ તરીકેની નિમણુંકનો ક્રાઇટેરિયા 50 વર્ષથી ઘટાડવામાં આવે. માત્ર એટલું જ નહીં પરંતુ NCLT ને કોર્પોરેટ મંત્રાલય ન રાખી, કાયદા મંત્રાલય હેઠળ તેમનો સમાવેશ કરવામાં આવવો જોઇએ, ઉપરાંત જજની ભરતી સંદર્ભે અનામત અંગેની પણ સ્પષ્ટતા નથી કરવામાં આવી, જે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...