તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:ચોટિલા મંદિર પર રોપ-વે પ્રોજેક્ટ સામે HCમાં જાહેરહિતની અરજી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષ જૂની ટૅક્નૉલોજી મુજબ રોપ-વે બનાવવાથી જોખમ સાબિત થઈ શકે

પ્રસિદ્ધ ચોટીલા મંદિર પર રોપ-વે પ્રોજેક્ટ સામે બહાર પાડેલો ડ્રાફ્ટ ઑર્ડર રદ કરવા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. અરજીમાં એવી રજૂઆત કરાઇ છે કે, રોપ વે બનાવવાનો પ્રોજેકટ જે કંપનીને આપવામાં આવ્યો છે તે કંપનીને આ કામનો કોઇ અનુભવ નથી.

સમગ્ર રોપ-વે પ્રોજેક્ટ માટે નિષ્ણાતોની કમિટી બનાવવા દાદ માગવામાં આવી છે. જેમાં આધુનિક ટેકનોલોજી અને મજબુતી અંગે ચકાસણી થવી જોઇએ. ચીફ જસ્ટિસ વિક્રમનાથની ખંડપીઠે ચીફ ફોરેસ્ટ કન્ઝર્વેટર, માસ એન્ટરટેઇનમેન્ટ પ્રા.લીમીટેડ અને રાજય સરકારને નોટિસ પાઠવી છે. જેની સુનાવણી 26 જુલાઇના રોજ હાથ ધરાશે.

ચામુંડા માતાજી ટ્રસ્ટ તરફથી હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. ટ્રસ્ટ તરફથી એડવોકેટ દિગંત પોપટે એવી દલીલ કરી હતી કે, સરકારે ચોટિલા મંદિર પર રોપ વે બનાવવા જે કંપનીને ઓર્ડર આપ્યો છે તે કંપનીને અનુભવ નથી. અને સરકારે આપેલા ડ્રાફટ ઓર્ડરમાં કોઇ પારદર્શિતા જળવાઇ નથી.

ઉપરાત મંદિરના ટ્રસ્ટીઓ સાથે કોઇ પ્રકારની ચર્ચા કર્યા વગર નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ વેનો કોન્ટ્રાકટ જે કંપનીને આપવામાં આવ્યો તે કંપની પાસે આધુનિક કોઇ ટેકનોલોજી નથી, 10 વર્ષ જુની ટેકનોલોજીથી રોપ વે બનાવવામાં આવશે તો લોકોના જીવ સામે જોખમી સાબિત થઇ શકે છે.

​​​​​​​ઉપરાત રોપવે માટેના પાયા અને વાયરોને બાજુમાં આવેલા વન વિભાગમાંથી પસાર કરવાને લીધે વન અને પર્યાવરણને પણ ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...