તબીબોએ પહેર્યો 'કેસરી ખેસ':સિવિલના પૂર્વ સુપ્રિટેન્ડન્ટ એમ.એમ પ્રભાકર સહિત રાજ્યના નામાંકીત તબીબો ભાજપમાં જોડાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાજપમાં નેતાઓની તસવીર - Divya Bhaskar
ભાજપમાં નેતાઓની તસવીર
  • CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાએ તબીબોને ભાજપમાં આવકાર્યા

રાજયના નામાંકીત તબીબો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ કેસરીસો ખેસ અને ટોપી પહેરાવી તબીબોને ભાજપમાં આવકાર્યા હતા. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રિટેન્ડેન્ટ એમ.એમ.પ્રભાકર, બી.જે.મેડિકલ કોલેજના પુર્વ ડિન ડો.પ્રણય શાહ, સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રિટેન્ડેન્ટ ડો.જે.પી મોદી સહિતના તબીબોઓ ભાજપમાં વિધિવત રીતે જોડાયા.

આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ગુજરાત રાજયના શ્રેષ્ઠ તબીબોએ આજે ભાજપા કાર્યાલય ખાતે આવ્યા છે. કોરોનાની મહામારીમાં વિશ્વભરના ડોકટરોમાં કેટલી રાષ્ટ્રભક્તિ છે તે દર્શાવવાનું સદભાગ્ય મળ્યુ અને ગુજરાતના તમામ ડોકટરોએ ગુજરાતની જનતાનો જીવ બચાવવાનો સફળ પ્રયાસ કર્યો તે બદલ ગુજરાત રાજયના તમામ ડોકટરોનો આભાર.

ભાજપમાં જોડાયેલા તબીબોની તસવીર
ભાજપમાં જોડાયેલા તબીબોની તસવીર

આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરઘનભાઇ ઝડફીયા, પ્રવક્તા યમલ વ્યાસ, ડોકટર સેલના સંયોજક ડો.ઘર્મેન્દ્ર ગજ્જર, ડો. અનિલ પટેલ, ડો.ઘનેશ પટેલ, ડો. અનિલ નાયક, ડો.તુષાર પટેલ તેમજ મીડિયા વિભાગના સહ કન્વીનર ઝુબીન આસરા સહિતના પ્રદેશના હોદેદ્દારો તેમજ ગુજરાતભરના નામાંકીત તબીબો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...