તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિયાલિટી ચેક:અમદાવાદની 10 ખાનગી હોસ્પિટલમાં દિવ્યભાસ્કરે ફોન કર્યો, 6એ કહ્યું, કોવિડ ICUમાં ‘નો-વેકેન્સી’, 4એ તો ફોન પણ ન ઉપાડ્યો

અમદાવાદ10 દિવસ પહેલાલેખક: હિરેન પારેખ
  • કૉપી લિંક
  • 10 જાણીતી હોસ્પિટલોએ કહ્યું- બેડનો ચાર્જ મ્યુનિ. મુજબ પણ મેડિસિન અને ડોક્ટર વિઝિટ ચાર્જ એક્સ્ટ્રા, ચાર્જ-પેકેજ પેશન્ટની હાલત મુજબ
  • ખ્યાતનામ હોસ્પિટલો કોવિડ પેશન્ટ માટે બેડની ઉપલબ્ધતા વિશે વિગતો પણ જણાવતી નથી, પેશન્ટ લઈને જવું હોય તો સ્વજનો ક્યાં જાય?

અમદાવાદ શહેરમાં હાલ કોરોના સંક્રમણ જોખમી રીતે વધી રહ્યું છે અને ફરી એક વાર પોતાના સ્વજનો માટે હોસ્પિટલોમાં બેડ માટે લોકો દરબદર ભટકી રહ્યા છે. આવામાં અમદાવાદ મ્યુનિ. તો કહે છે કે અમદાવાદની હોસ્પિટલોમાં 1500 કોવિડ બેડ ખાલી છે, પરંતુ વાસ્તવિકતા જોજનો દૂર છે. પોતાના સ્વજન એવા કોરોના પેશન્ટ માટે ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટરવાળો બેડ શોધવામાં અમદાવાદીઓને કેટલી તકલીફ પડે છે તેની ચકાસણી માટે DivyaBhaskar દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી હતી. આ માટે શહેરની ટોચની 10 કોવિડ હોસ્પિટલમાં તપાસ કરાઈ હતી કે ત્યાં વેન્ટિલેટરની સુવિધા સાથેના ખાલી બેડની શી સ્થિતિ છે. આ તપાસ દરમિયાન ચાર હોસ્પિટલમાંથી તો કોઈ જવાબ જ આપવામાં આવ્યો નહોતો, જ્યારે બાકીની છ હોસ્પિટલે પોતાને ત્યાં વેન્ટિલેટરની સુવિધાવાળો એક પણ બેડ ખાલી ન હોવાનું કહ્યું હતું.

શહેરની ટોચની 10 કોવિડ હોસ્પિટલમાં તપાસ કરાઈ હતી
શહેરની ટોચની 10 કોવિડ હોસ્પિટલમાં તપાસ કરાઈ હતી

શેલ્બી-એપોલો સહિતની 4 હોસ્પિ.એ તો ખાલી બેડની વિગત જ ન આપી
શેલ્બી હોસ્પિટલ, અપોલો હોસ્પિટલ, સાલ હોસ્પિટલ તથા સ્ટાર હોસ્પિટલ(બાપુનગર)માં કોવિડ બેડ તેમજ ચાર્જ વિશે વાતચીત ઈન્ક્વાયરી કરી હતી. પરંતુ આ માટે હોસ્પિટલના રિસેપ્શન નંબર પર 2થી 3 વાર ફોન કર્યા છતા હોસ્પિટલ દ્વારા કોઇપણ જવાબ આપવામાં આવ્યો ન હતો. હાલમાં અમદાવાદમાં જે પ્રકારે કોરોનાના દર્દી વધી રહ્યા છે. ત્યારે જો કોવિડ હોસ્પિટલ દ્વારા ફોન પણ ઉપાડવામાં ન આવે તો દર્દીનું શું થાય? સાથે તેમના સગા પણ કઈ હોસ્પિટલમાં લઈ જાય અને હોસ્પિટલ જશે તો ત્યાંની સ્થિતિ શું હશે તેની જાણકારી કેવી રીતે પ્રાપ્ત કરી શકે? આ પ્રકારના સવાલો ઉભા થાય તો એ નવાઈની વાત નથી. સાથે જ યોગ્ય સમયે સારવાર ન મળતા દર્દીના સ્વસ્થ પર પણ જોખમ વધી શકે છે.

અમદાવાદની 6 ખાનગી હોસ્પિટલમાં એકપણ બેડ ખાલી નથી
અમદાવાદની 6 ખાનગી હોસ્પિટલમાં એકપણ બેડ ખાલી નથી

છ હોસ્પિટલોમાં ચોખ્ખું પરખાવ્યું, કોવિડ ડેઝિગ્નેટેડ ખરી પણ ‘નો-વેકેન્સી’
શહેરની અર્થમ હોસ્પિટલ, કાનબા હોસ્પિટલ, સોલર હોસ્પિટલ, સનરાઈસ હોસ્પિટલ, સંતરા હોસ્પિટલ સાથે વાતચીત કરી કોવિડ પેશન્ટ માટે વેન્ટિલેટર સહિતના બેડ વિશે પૃચ્છા કરી હતી. આ તમામ તરફથી એક સરખો જ જવાબ મળ્યો હતો કે, અમારા ત્યાં હાલમાં એકપણ બેડ ખાલી નથી અને અમારે ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવેલા ચાર્જ જ લેવામાં આવે છે. પરંતુ આ ચાર્જ માત્ર બેડના છે બાકી અન્ય ચાર્જ એટલે કે ડોક્ટર વિઝિટ (કેટલીક હોસ્પિટલોમાં બે વિઝિટિ હોય છે), મેડિસિનનો ચાર્જ અલગથી ચૂકવવાનો રહે છે.

કોવિડ પેશન્ટ માટે વેન્ટિલેટર સહિતના બેડ વિશે પૃચ્છા કરી હતી
કોવિડ પેશન્ટ માટે વેન્ટિલેટર સહિતના બેડ વિશે પૃચ્છા કરી હતી

કુલ કેટલો ચાર્જ થશે તેનું પણ એસ્ટિમેટ આપવામાં આવતું નથી
અમદાવાદની જે ખાનગી હોસ્પિટલોમાં કોવિડ પેશન્ટને સારવાર અપાય છે ત્યાં સારવારના અંતે કેટલો ખર્ચો થશે તેનો કોઈ એસ્ટિમેટ આપવામાં આવતો નથી. મ્યુનિ. નિર્ધારિત ચાર્જ અને બાકીના એક્સ્ટ્રા એવી જ વાત કરાય છે. દર્દીને હોસ્પિટલમાં લાવવામાં આવે, ત્યારબાદ તેઓની મેડિકલ સ્થિતિના આધારે બેડ તેમજ ચાર્જ નક્કી કરવામાં આવે છે. જ્યારે કેટલીક હોસ્પિટલોમાં તો ચાર્જ વિશે જણાવવાની જ ના પડી દેવામાં આવી હતી. એટલે દર્દીને હોસ્પિટલ લઈ જઈએ ત્યારબાદ ચાર્જ વિશે સંપૂર્ણ માહિતી મળશે.

અમદાવાદની 6 ખાનગી હોસ્પિટલમાં એકપણ બેડ ખાલી નથી

હોસ્પિટલવિસ્તારસામાન્ય બેડ ચાર્જઆઈસીયુ ચાર્જ (વેન્ટીલેટર સાથે)
સોલરનવરંપુરાAMCએ નક્કી કરેલ21000
અર્થમઆંબાવાડી1250021850
સંતરાચાંદખેડા--
કાનબાનિકોલ18000(ઈકોનોમી ચાર્જ)21850
સનરાઈસકૃષ્ણનગર--
અંશચાંદખેડા900018000

(અમદાવાદની સેલ્બી, અપોલો, સાલ અને સ્ટાર હોસ્પિટલે ફોન ઉપાડ્યો ન હતો)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો