તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની અસર:31 ડિસેમ્બર માટે ફટાકડાનું કોઈ વેચાણ નહીં, ગયા વર્ષે 1 કરોડના વેચાયા હતાં

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • કોરોનાને લઇને અમદાવાદના ફટાકડાના વેપારીઓએ વેચવા માટે પોતે જ ફટાકડા ખરીદ્યા નથી

કફ્યૂનો અમલ 31 ડિસેમ્બરે પણ થશે. તેમજ સરકારી ગાઇડલાઇનના અમલને કારણે અત્યારે અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીનાં આયોજન શક્ય નથી. લોકો પણ પ્રાઇવેટ પાર્ટી માટે અમદાવાદ બહાર જવાનાં છે. કોરોનાને કારણે 31 ડિસેમ્બરની ઉજવણી ફીક્કી છે. દર વર્ષે અમદાવાદીઓમાં 31 ડિસેમ્બરની ઉજવણી ધામધૂમથી કરતાં હોય છે. જેમાં ફટાકડા પ્રમુખ સ્થાને હોય છે. લોકો ફટાકડા ફોડીને ડી.જેના તાલે નવાં વર્ષનું સ્વાગત કરે છે. પરંતુ આ વર્ષે અમદાવાદમાં ફટાકડાનું વેચાણ શૂન્ય છે.

ફટાકડા બજારમાં સન્નાટો
ગત વર્ષે અમદાવાદમાં 31મી ડિસેમ્બરે 1 કરોડ રુપિયાના ફટાકડા ફોડાયા હતાં. તેની જગ્યાએ આ વર્ષે ફટાકડાનો વેપાર શૂન્ય છે. દર વર્ષે કાંકરિયા કાર્નિવલ, હોટલ, ક્લબ અને રિસોર્ટમાં યોજાતી ઇવેન્ટમાં મોટાં ક્રેકર્સ શોટ્સના ફટાકડા ફૂટતાં હોય છે. પરંતુ આ વર્ષે વેપારીઓએ ફટાકડાનો માલ જ ખરીદ્યો નથી.

ફટાકડા માટે ઇન્કવાયરી પણ નથી આવી
દીવાળી બાદ અમદાવાદમાં કોરનાના કેસ વધતાં અમે હોલસેલમાં ફટાકડાં ખરીદ્યાં જ નથી. 31મી ડિસેમ્બરે મોટાં ફટાકડાં વધારે ફૂટે છે. જેમાં 500 શોટ્સ, 1000 શોટ્સ ઇવેન્ટમાં વધુ ફૂટતાં હતા. પરંતુ આ વર્ષે કર્ફયુના કારણે તમામ ઇવેનટ મોકૂફ છે. તેથી કોઇ ઇન્કવાયરી પણ અમને ફટાકડા માટે આવી નથી. -જલ્પેશ પટેલ, ફટાકડાના વેપારી

ઉજવણી કેન્સલ છે, ફટાકડાની માંગ નથી
આ વર્ષે ક્રિસમસ કે 31ની ઉજવણી ન હોવાથી ગ્રાહકો કે વેપારીઓેએ ફટાકડાના ખરીદ-વેચાણ કર્યા નથી. લોકોમાં શોટ્સ અને આતશબાજીવાળા ફટાકડાંની ડિમાન્ડ વધુ હોય છે. પરંતુ આ વર્ષે કોઇ ગ્રાહક પણ આવ્યાં નથી. ઉપરાંત કોરોનાકાળને કારણે તમામ ઉજવણી કેન્સલ કરી દેવાઇ છે ત્યારે ફટાકડાની માંગ નથી. - ભાવિન ભાઇ અંબિકા ફટાકડાના વેપારી

3 લાખ રૂ.ના બિઝનેસની સામે શૂન્ય છે
હું સિઝનલ વસ્તુઓનો બિઝનેસ કરું છું. આ વર્ષે લગ્ન સિઝન, દિવાળી સિઝન સાવ ફીક્કી રહ્યી છે. તેમાં કોઇએ પણ ફટાકડા પર વધુ ખર્ચ કર્યો નથી. જ્યારે 31મી ડિસેમ્બરે 1-3 લાખ રૂપિયાનો ફટાકડાનો બિઝનેસની થતો હતો જેની સામે આ વર્ષે કોઇપણ ગ્રાહક આવ્યું નથી. બિઝનેસ જાણે ઠપ્પ જેવો જ છે. - કુશ બાબલા ટ્રે઼ડર્સ

પરિવારોએ નાના ફટાકડા પણ નથી લીધાં
લોકો 31મી ડિસેમ્બરે પાર્ટીમાં વધુ ફટાંકડાં ફોડતાં હતાં. જ્યારે ફેમિલિ નાના આતશબાજીના ફટાકડાં લઇ જતાં હતાં. પરંતુ આ વર્ષે ઉજવણી મોકૂફ હોવાથી વેચાણ થયું નથી. ઉજવણી ન હોવાને કારણે જો અન્ય વસ્તુઓનું વેચાણ ન થતું હોય તો ફટાકડાનું પણ ન થાય તે સ્વભાવિક છે. - આશિષ મોદી અંબિકા ટ્રેડર્સ શિવરંજની

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો