નવા મંત્રીઓનો નવો સ્ટાફ:ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીઓની જેમ અધિકારીઓ માટે પણ નો રિપીટ થિયરી, મંત્રીઓના PA, PSની બે મહિના માટે કામચલાઉ નિમણૂંક

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નવા CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના શપથવિધિની તસવીર - Divya Bhaskar
નવા CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના શપથવિધિની તસવીર
  • નવા મંત્રીઓના કાર્યાલયમાં અંગત સચિવ અને અંગત મદદનીશની બે મહિના માટે નિમણૂંક
  • ભૂતપૂર્વ PA, PSને રિપીટ કરવા હશે તો મુખ્યમંત્રીની પૂર્વ મંજૂરી લેવી પડશે

રાજ્યમાં નવી સરકારમાં મંત્રીઓની જેમ હવે અધિકારીઓમાં પણ નો રિપીટની થિયરી અપનાવાશે. ગઈકાલે રાજ્યમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા. જેમાં બપોરે 24 જેટલા ધારાસભ્યોને મંત્રીપદના શપથ બાદ સાંજે કેબિનેટ બેઠકમાં ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. નવા મંત્રીઓને ખાતાની ફાળવણી બાદ હવે કામ ચલાઉ અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂંક કરવામાં આવી રહી છે. હાલમાં તમામ નવા મંત્રીઓના PA, PSને બે મહિના માટે નિમણૂંક કરવામાં આવી છે. કાયમી ધોરણે નવા અધિકારીઓની નિમણૂંક માટે ચહલ પહલ શરૂ થઈ ગઈ છે.

અધિકારીઓ માટે પણ નો રિપીટ થિયરી
અગાઉ રૂપાણી સરકારના મંત્રીઓને ત્યાં PA, PS રહી ચૂકેલા અધિકારીઓ માટે પણ નો રિપીટની થિયરી અપનાવાઈ રહી છે અને નવા જ અધિકારીઓની નિમણૂંક કરવાનો આગ્રહ રખાઈ રહ્યો છે. ભૂતકાળમાં મંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા જે અધિકારીઓની છબી ખરડાઈ હશે તેમને રિપીટ નહીં કરાય. સાથે જ ધારાસભ્ય અને કાર્યકરોનું માન ન જાળવ્યું હોય તેવા PA, PSને પણ રિપીટ કરવામાં નહીં આવે. ઉપરાંત ભૂતપૂર્વ PA, PSને રિપીટ કરવા હશે તો મુખ્યમંત્રીની પૂર્વ મંજૂરી લેવી પડશે.

15 નવેમ્બર સુધી PA,PSની કામચલાઉ નિમણૂંક
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નવા મંત્રીઓના કાર્યાલયમાં અંગત સચિવની કામગીરી માટે સેક્શન અધિકારી અને અંગત મદદનીશની કામગીરી માટે નાયબ સેક્શન અધિકારીને 16 સપ્ટેમ્બર 2021થી 15 નવેમ્બર 2021 સુધી બે મહિનાના નિશ્ચિત સમયગાળા માટે કામચલાઉ સ્ટાફ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

કોને કયું ખાતું ફાળવવામાં આવ્યું

મુખ્યમંત્રીકયો વિભાગ
ભૂપેન્દ્ર પટેલ

સા.વ.વિ., વહીવટી સુધારણા અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, માહિતી અન પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીઓને ફાળવાયેલ ન હોય તેવા વિષયો / વિભાગો

કેબિનેટ મંત્રી
રાજેન્દ્ર ત્રિવેદીમહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
જીતુભાઈ વાઘાણીશિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાઉધ્યોગિક
રૂષિકેશ પટેલઆરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો
પૂર્ણેશ મોદીમાર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
રાઘવજી પટેલકૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન
કનુ દેસાઇનાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ
કીરીટસિંહ રાણાવન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી
નરેશ પટેલઆદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા
પ્રદિપસિંહ પરમારસામાજીક ન્યાય અને અધિકારીતા
અર્જુનસિંહ ચૌહાણગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ
રાજયકક્ષાના મંત્રી(સ્વતંત્ર હવાલો)
હર્ષ સંઘવી

રમત, ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન

જગદીશ વિશ્વકર્મા

કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી

બ્રીજેશ મેરજાશ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
જીતુ ચૌધરીકલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો
મનીષાબેન વકીલમહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા
રાજયકક્ષાના મંત્રી
મુકેશ પટેલકૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ
નિમિષાબેન સુથારઆદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ
અરવિંદ રૈયાણીવાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
કુબેર ડીંડોરઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો
કિર્તીસિંહ વાઘેલાપ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
ગજેન્દ્રસિંહ પરમારઅન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો
આર. સી. મકવાણાસામાજીક ન્યાય અને અધિકારીતા
વિનોદ મોરડીયાશહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
દેવા માલમપશુપાલન અને ગૌ સંવર્ધન
નવા મંત્રીઓના PA અને PSના નામ
નવા મંત્રીઓના PA અને PSના નામ
નવા મંત્રીઓના PA અને PSના નામ
નવા મંત્રીઓના PA અને PSના નામ