ક્યારે કરશો કાર્યવાહી?:2.26 કરોડના ટેક્સ કૌભાંડમાં 45 દિવસ છતાં પોલીસ ફરિયાદ નહીં, મ્યુનિ. ટેક્સ કમિટી ચેરમેને ફરિયાદ કરવા કહ્યું છતાં પગલાં નહીં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મ્યુનિ. ટેક્સ વિભાગ સાથે 2.26 કરોડની છેતરપિંડીના પુરાવા સાથે ખુદ ટેક્સ ચેરમેન જૈનિક વકીલે ફરિયાદ કર્યાના 45 દિવસ બાદ પણ અધિકારીઓ પોલીસ ફરિયાદની તસ્દી લીધી નથી. આખરે વખત જૈનિક વકીલે મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી ક્યારે પોલીસ ફરિયાદ થશે તેની સ્પષ્ટતા માગી છે.

ટેક્સ વિભાગમાં સોફ્ટવેરમાં જ ગરબડ કરીને મોટા ટેક્સ પેયરે ટેક્સ ચૂકવ્યો ન હોય અથવા ખૂબ ઓછી રકમ ચૂકવી હોય તો પણ બાકી ટેક્સ ઝિરો કરી દેવાયો હતો. રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે અલગ અલગ ઝોનમાં 281 કિસ્સામાં 2.26 કરોડની છેતરપિંડીનું કૌભાંડ પકડી પાડ્યું હતું.

તેમણે સિસ્ટમમાં સુધારો કરી સ્વોટ એનાલીસીનો અભિપ્રાય લઇ ફુલ પ્રુફ સિસ્ટમ માટે ક્વોલિફાઇડ એજન્સી પાસે સર્ટિફિકેટ લેવું. છેલ્લા 5 વર્ષમાં થયેલા વ્યવહારોમાં ક્યાં છેતરપિંડી થઈ તેની ચકાસણી સહિતની બાબતો મુદ્દે સ્પષ્ટતા માગી હતી..

અન્ય સમાચારો પણ છે...