તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખર્ચ માથે પડ્યો:1 મહિના સુધી આઈસોલેશન કોચમાં કોઈ દર્દી દાખલ ન થતાં પાછા યાર્ડમાં મુકાયા

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
આઈસોલેશન કોચની ફાઇલ તસવીર - Divya Bhaskar
આઈસોલેશન કોચની ફાઇલ તસવીર
  • સાબરમતી અને ચાંદલોડિયા સ્ટેશને 19 કોચ મુકાયા હતા

કોરોના દર્દીઓની સારવાર માટે રેલવેએ તૈયાર કરેલા આઈસોલેશન કોચ મ્યુનિ. કોર્પોરેશનની માગણી બાદ 4 મેથી સાબરમતી અને ચાંદલોડિયા સ્ટેશને તૈયાર કરી મુકવામાં આવ્યા હતા. જેમાં 13 કોચ સાબરમતી સ્ટેશને અને 6 કોચ ચાંદલોડિયા સ્ટેશને મુકાયા બાદ લગભગ એક મહિના સુધી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તેમાં એક પણ દર્દી દાખલ કરાયા ન હતા. થોડા સમય સુધી મેડિકલ સ્ટાફ ફાળવ્યા બાદ હવે તેમને પણ પરત બોલાવી મ્યુનિ. તંત્ર દ્વારા જૂની જગ્યાએ કામગીરી સોંપી દેવાઈ હતી. જેના પગલે લગભગ એક મહિનાથી પ્લેટફોર્મ પર પડી રહેલા તમામ 19 કોચને ત્યાંથી હટાવી યાર્ડમાં મોકલી આપવામાં આવ્યા છે.

રેલવેએ એપ્રિલ 2020માં કોરોનાના દર્દીઓ માટે અમદાવાદમાં 200 જેટલા આઈસોલેશન કોચ તૈયાર કર્યા હતા. જેમાં દરેક કોચના એક કમ્પાર્ટમેન્ટમાં બે દર્દીઓ મળી કુલ 16 દર્દીઓ દાખલ કરવાની અને એક કમ્પાર્ટમેન્ટમાં મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ માટે વ્યવસ્થા કરી હતી. લગભગ એક વર્ષ સુધી ધૂળ ખાધા બાદ એપ્રિલમાં દર્દીઓની સંખ્યા વધતા અને તમામ હોસ્પિટલો ફૂલ થઈ જતા મ્યુનિ. કોર્પોરેશને મે મહિનાની શરૂઆતમાં રેલવે પાસે કોચની માગણી કરી હતી. જેના પગલે રેલવેએ તત્કાલ 19 આઈસોલેશન કોચમાં એરકુલર સહિતની વ્યવસ્થા કરી કોર્પોરેશનને ફાળવ્યા હતા, જેમાંથી 13 સાબરમતી અને 6 કોચ ચાંદલોડિયા સ્ટેશને મુકાયા હતા. તેની સાથે જ સ્થાનીક તંત્ર દ્વારા દવા ઓક્સિજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જો કે 4 મેથી દર્દીઓ માટે કોચ શરૂ કરાયા બાદ તેમાં એક પણ દર્દી દાખલ કરાયો ન હતો. જેના પગલે હવે રેલવેએ તમામ કોચ હટાવી લીધા છે.

અન્ય સમાચારો પણ છે...