તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્લેક ફંગસથી ડરો નહીં સતર્ક રહો:મ્યુકોરમાઇકોસિસ શું છે? કેવી રીતે શરીરમાં પ્રવેશે છે અને કેવી વ્યક્તિને થઈ શકે? ફંગસની બીમારીને લઈને તમારા દરેક સવાલોના જવાબ

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજ્ય સરકાર દ્રારા મ્યુકરમાઇકોસીસને મહામારી જાહેર કરવામાં આવી.
  • કોરોનાથી સાજા થયેલા ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓને 3 મહિના સુધી ધ્યાન રાખવાની સલાહ.
  • સિવિલ હોસ્પિટલમાં 55 દિવસમાં 852 મ્યુકોરમાઇકોસિસના કેસ નોંધાયા
  • 456થી વધુ દર્દીઓની સર્જરી હાથ ધરવામાં આવી.

કોરોનાના કહેર બાદ સમગ્ર દેશમાં મ્યુકોરમાઇકોસિસ બીમારીનું ચલણ વધ્યું છે. મ્યુકોરમાઇકોસિસ એ કોઇ નવી બિમારી નથી. કોરોનાકાળ પહેલા પણ દેશભરમાં મ્યુકોરમાઇકોસિસ બિમારીના કેસ જોવા મળતા હતા. પ્રવર્તમાન સ્થિતિમાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં સાજા થઇ ગયા બાદ મ્યુકોરમાઇકોસિસ રોગ થવાના કેસ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝડ(રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય) દર્દીઓમાં આ બિમારીનો ફેલાવો વધુ જોવા મળી રહ્યો છે.

હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનિયંત્રીત ડાયાબીટીઝ, કેન્સર , ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકરમાઈકોસિસ રોગ થવાની સંભાવના અન્યની સરખામણીમાં વધુ રહેલી હોય છે. રાજ્ય સરકાર દ્વારા પણ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને સત્વરે અને શ્રેષ્ઠ સારવાર મેળી રહે તે માટે આ બિમારીને મહામારી જાહેર કરવામાં આવી છે.

મ્યુકોરમાઇકોસિસ શું છે?
મ્યુકર એ ફંગસની વિવિધ જાતીઓમાંથી ઉદ્ભવતી એક ફંગસ છે. જે સામાન્યપણે ચયાપચન ક્રિયાના કારણે, છોડની સપાટી પર, કાચા ફળો પર અથવા લોખંડના કાટ પર જોવા મળે છે. માઇકોસિસ એટલે કે મ્યુકરના કારણે ઉદભવતુ ફંગલ ઇન્ફેકશન. આ બંનેનો સમન્વય થઇને મ્યુકોરમાઇકોસિસ શબ્દ પ્રચલનમાં આવ્યો છે. મ્યુકોરમાઈકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે. ખાસ કરીને માટીમાં તેનું પ્રમાણ વધુ જોવા મળે છે. મ્યુકોરમાઈકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકોરમાઈકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.

મ્યુકોરમાઇકોસિસના દર્દીની ફાઈલ તસવીર
મ્યુકોરમાઇકોસિસના દર્દીની ફાઈલ તસવીર

ફંગલ ઇન્ફેકશન થવાના કારણો
આપણી આસપાસ હવામાં ફંગસના બીજ જોવા મળે છે. જે શ્વાચ્છોશ્વાસની ક્રિયા દરમિયાન આપણા શરીરમાં પ્રવેશીને નુકશાન પહોંચાડી શકે છે. પરંતુ મજબૂત રોગપ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિ આ નુકશાનને ઝીલી તેની સામે પ્રતિકાર કરી શકે છે. જ્યારે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા વ્યકતિઓ ફંગલ ઇન્ફેકશનો ભોગ બને છે.

કોરોના બાદ આ બ્લેક ફંગલ ઇન્ફેકશન થવાનું કારણ
અગાઉ પણ ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ, કિડની કેન્સરની બિમારી ધરાવતા દર્દીઓમાં આ ઇન્ફેકશન જોવા મળતુ હતું. પરંતુ કોરોના થઇ ગયા બાદ ડાયાબિટીસ નિયંત્રણમાં ન રહેવું, વિવિધ સ્વાસ્થપ્રદ પરસિથ્તિ ન જળવાય, આઇ.સી.યુ. માં લાંબા સમય સુધીની સારવાર, કોમોર્બિડીટીસ અથવા કેટલીક એન્ટીફંગલ દવાઓ અને સ્ટેરોઇડ્સના મહત્તમ ઉપયોગના કારણે મ્યુકરમાઇકોસીસ થવાની સંભાવના રહેલી છે તેવું નિષ્ણાંત તબીબોનું માનવું છે.

મ્યુકોરમાઇકોસિસના લક્ષણો, તેને કેવી રીતે ઓળખીશું?
કોરોના થઇ ગયા બાદ બે અઠવાડિયાથી ત્રણ મહિના સુધીના સમયગાળામાં ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝડ દર્દીને મ્યુકોરમાઇકોસિસ થવાની સંભાવના રહેલી છે. જેના લક્ષણોમાં એક બાજુનો ચહેરો સોજી જવો, નાકના ભાગમાંથી લાલ કે કાળા રંગનું પ્રવાહી વહેવું, માથામાં સતત દુખાવો થવો, નાક બંધ થવું કે સાઇનસની તકલીફ અનુભવવી, મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો, આંખમાં દુખાવો, દ્રષ્ટિ ઓછી થવી, ખોરાક ચાવવા કે ગળવામાં તકલીફ થવી અવરોધ ઉભો થવો તાવ, કફ, છાતીમાં દુખાવો, શ્વાસ રૂંધાવો, પેટનો દુ:ખાવો ઉબકા આવવા કે ઉલટી થવી આંતરડામાં રક્તસ્ત્રાવ થવો, સામાન્યત: સમાવેશ થાય છે. આ પ્રકારના કોઇપણ લક્ષણોનો અનુભવ થાય ત્યારે સંલગ્ન તબીબનો સંપર્ક કરવો જોઇએ. આંખમાં ઉદ્ભવી રહેલી તકલીફ માટે ઇ.એન.ટી. સર્જન, દાંત માટે ડેન્ટીસ્ટને બતાવીને તેનું નિદાન કરવું જોઇએ.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

પોસ્ટ કોવિડ દર્દીએ ધ્યાનમાં રાખવાની બાબતો
કોરોનાથી સાજા થઇ ગયેલ દર્દીએ ત્રણ મહિના સુધી સ્વાસ્થ્ય સ્થિતિને લગતા વિવિધ રીપોર્ટસ સમયાંતરે કરાવતા રહેવું જોઇએ. કોરોનાથી સાજા થયેલ દર્દીઓએ તેમનું સુગર લેવલ ખાસ કરીને નિયંત્રણ રાખવું જરૂરી બની રહે છે. જેનાથી મ્યુકર થતા મહદઅંશે બચાવી શકાય છે. ત્યારબાદ કિડની અને લિવરને લગતા વિવિધ બ્લડ રીપોર્ટસ કરાવીને તેના માપદંડો નિયંત્રણમાં છે કે નહીં તે તપાસવું જોઇએ. બ્લડ રીપોર્ટર્સમાં ક્રિએટીનીન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ક્રિ-રીએક્ટીવ પ્રોટીન(CRP) ના રીપોર્ટસ કરાવીને સમયાંતરે તબીબી સલાહ મેળવવી જોઇએ. તબીબી પ્રિસ્ક્રિપશન વિના કોઇપણ પ્રકારના ડ્રગ્સ કે સ્ટેરોઇડ્સ લેવા જોઇએ નહીં.

મ્યુકરનું નિદાન કેવી રીતે કરીશું
ઉપર મુજબના કોઇપણ લક્ષણો જણાઇ આવે ત્યારે સંલગ્ન સર્જનનો સંપર્ક સાધવો જોઇએ. દર્દીની શારીરીક સ્થિતિ જોઇ સી.ટી.સ્કેન, એમ.આર.આઇ. જેવા રીપોર્ટ કરાવવામાં આવે છે. ફંગસના સેમ્પલ લઇને બાયોપ્સી માટે પણ મોકલવામાં આવે છે. આ તમામ રીપોર્ટ દ્વારા ફંગસ આંખ, મગજ તેમજ અન્ય ભાગમાં કેટલી સંવેદનશીલતા સાથે ફેલાયેલી છે તે ચકાસીને તેનું નિદાન કરવામાં આવે છે. ગેડોલેનીયમ કોન્ટ્રાસ્ટ વાળા અત્યંત આધુનિક પ્રકારના એમ.આર.આઇ. કરાવીને ફંગસની જળ સુધી પહોંચવાના પ્રયત્ન કરવામાં આવે છે. આના આધારે જ સર્જરી હાથ ધરવામાં આવે છે. આ ફંગસના કારણે કંઇ પેશીઓ, સાયનસ ફંગસથી સંકળાયેલા છે તે જોવામાં આવે છે.

નાકમાંથી પ્રવાહી પડવાના કિસ્સામાં અથવા નાકના અથવા ચહેરાના ભાગમાં ફંગલ જમા થવાના કિસ્સામાં સર્જન તબીબ દ્વારા દર્દીની એન્ડોસ્કોપી કરવામાં આવે છે. એન્ડોસ્કોપી દ્વારા ફંગલ કયા પ્રકારની અને કેટલા પ્રમાણમાં છે તે જાણવામાં આવે છે. જો તબીબને એન્ડોસ્કોપીમાં સંતોષકારક પરિણામ ન મળે તો દર્દીના ફંગસનું કલ્ચર એટલે કે સેમ્પલ લઇને તેને બાયોપ્સી માટે મોકલવામાં આવે છે. જેને KOH કલ્ચર કહેવામાં આવે છે. જે મ્યુકરમાઇકોસીસમાં ફંગસનું સ્તર અને તેની ગંભીરતા તપાસવામાં ઉપયોગી બને છે. આ KOH ક્લચર પોઝીટીવ આવ્યાનું નિદાન થતા તેની ગંભીરતાના આધારે વિવિધ પ્રકારની સારવાર પધ્ધતિ નક્કી કરવામાં આવે છે.

મ્યુકોરમાઇકોસિસની સારવાર
મ્યુકોરમાઇકોસિસ સારવાર સામાન્યત: બે પ્રકારે કરવામાં આવે છે. એક તબક્કામાં સર્જરી અને અન્ય તબક્કામાં એન્ટીફંગલ ઇન્જેકશન દ્વારા. KOH સેમ્પલ પોઝીટીવ જણાઇ આવતા અને ચહેરા કે શરીરના જે ભાગમાં ફંગસ હોય અને તેની ગંભીરતાના આધારે સર્જરી હાથ ધરવામાં આવે છે. આ સર્જરીમાં સામાન્યપણે આંખ, દાંત, જડબું, તાડવાનો ભાગ અને કાનના ભાગ પર ખાસ કરીને મ્યુકોરમાઇકોસિસના ફેલાયેલ ઇન્ફેકશનને સર્જરી દ્વારા દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવે છે.
સર્જરી થઇ ગયા બાદ બાકી રહી ગયેલ ફંગસને એમ્ફોટેરેસીન ઇન્જેકશનની મદદથી દૂર કરવાની સારવાર શરૂ કરવામાં આવે છે. આ એમ્ફોટેરેસીન ઇન્જેકશનની શરીરના વિવિધ ભાગ પર રહેલ ફંગસને જડમૂળમાંથી નાશ કરવાનો ભાગ ભજવે છે.

મ્યુકોરમાઇકોસિસ અસરગ્રસ્તો
દર્દીઓની સર્જરી અને ઇન્જેકશનની સારવાર અત્યંત ખર્ચાળ છે. એક અંદાજ પ્રમાણે એક મ્યુકોરમાઇકોસિસના દર્દીની સંપૂર્ણ સારવાર પાછળ 5 થી 6 લાખનો ખર્ચ થતો જોવા મળે છે તેવું નિષ્ણાંત તબીબોનું માનવું છે. કોરોનાની પ્રથમ લહેરમાં સિવિલ હોસ્પિટલમાં 100 જેટલા મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ નોંધાયા હતા. પરંતુ કોરોનાની બીજી લહેરમાં સમગ્ર રાજ્યમાં વધેલ કોરોનાના કેસ તેમજ વાયરસના ડબલ મ્યુટન્ટ એટલે કે બે સ્વરૂપના કારણે પોસ્ટ કોવિડ મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થયું હોવાનું સિવિલ હોસ્પિટલના તબીબોનું માનવું છે.

અન્ય સમાચારો પણ છે...