UPના રાજ્યપાલની સલાહ:20%થી વધુ સરકારી નોકરી નથી, વિદ્યાર્થી નવા બિઝનેસ, રિસર્ચ પર ધ્યાન આપે : આનંદીબેન

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ડિગ્રી સર્ટિ મળે એટલે સરકારી નોકરી શોધતા વિદ્યાર્થીઓને સંબોધન

ભાસ્કર ન્યૂઝ | અમદાવાદ આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ખાતે 21માં પદવીદાન સમારોહમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદી પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓને સંબોધન કરતા કહ્યું હતું કે, “ડિગ્રી સર્ટિફિકેટ મળે એટલે દરેક સ્ટુડન્ટ સરકારી નોકરી માટેના પ્રયાસો શરૂ કરે છે. સરકારી નોકરી મેળવવા સ્ટુડન્ટ અહીં તહીં ફરે છે, પરંતુ અત્યારે 20% થી વધારે સરકારી નોકરીઓ છે જ નહીં. કારણ કે હવે દરેક કામ ઓનલાઈન થાય છે? તેથી તેમણે ઉદ્યમ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રિસર્ચ ક્ષેત્રે આગળ વધવું જોઈએ જે અન્યલોકોને પણ મદદરૂપ બનશે.” પદવીદાન સમારોહમાં 139 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને મેનેજમેન્ટમાં 8 ફેલો સ્ટુડ્ન્ટ્સને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ઈડીઆઈઆઈના ડાયરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાએ જણાવ્યું હતું કે દેશને ટ્રેઈન્ડ આંત્રપ્રિન્યોર્સની જરૂર છે જેઓ તેમના નોલેજ, સ્કિલ અને વિઝન દ્વારા એક આંત્રપ્રિન્યોર તરીકે મોટું કામ કરી શકે.

ઈન્ડસ્ટ્રીમાં

અન્ય સમાચારો પણ છે...