બાળ તસ્કરી કેસ:વધુ એક આરોપી બંગાળથી ઝડપાયો, અગાઉ કૌભાંડના બે મુખ્ય સૂત્રધાર પકડાઈ ગયા છે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાળકની ચોરી કરીને દત્તક આપવાના બહાને વેચી દેવાના આંતર રાજ્ય કૌભાંડમાં સંડોવાયેલા વધુ એક આરોપી અમિત શર્માની પોલીસે પશ્ચિમ બંગાળથી ધરપકડ કરી હતી. અગાઉ અમિત શર્માની પત્ની બિંદુની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ પૂનાથી પ્રશાંત કાંબલેની ધરપકડ કરી હતી. આમ બાળ તસ્કરીના આ રેકેટમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

ચાંદખેડામાં રહેતા દંપતીની 11 માસની દીકરીની સાર સંભાળ માટે આયા તરીકે નોકરી મેળવનારી બિંદુ શર્મા એ આ બાળકીને પશ્ચિમ બંગાળના દંપતીને દત્તક આપવા માટે પ્રક્રિયા શરૂ કરી હતી. જો કે બાળકીને લઈને બિંદુ ભાગે તે પહેલા જ પોલીસે બિંદુને ઝડપી લીધી હતી. બિંદુની પૂછપરછમાં આ કૌભાંડમાં તેની સાથે તેનો પતિ અમિત શર્મા અને પૂનાનો પ્રશાંત કાંબલે પણ સંડોવાયેલો હોવાની કબૂલાત કરી હતી.

જેના આધારે ચાંદખેડા પોલીસની એક ટીમ પ્રશાંતને પકડવા પૂના ગઈ હતી જ્યારે બીજી ટીમ અમિત શર્માને પકડવા માટે પશ્ચિમ બંગાળ ગઈ હતી. જો કે પૂના ગયેલી ટીમે શનિવારે રાતે પ્રશાંત કાંબલેને ઝડપી લીધો હતો અને તેને રવિવારે અમદાવાદ લઈ આવ્યા હતા. જ્યારે પશ્ચિમ બંગાળ ગયેલી ટીમ પણ બિંદુના પતિ અમિત શર્માની ધરપકડ કરી તેને અમદાવાદ લઈ આવી છે.

અન્ય સમાચારો પણ છે...