• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • No Matter What Position You Are In, Don't Forget The Past, In The Past, Senior junior Relationship Is Different Now But The Present Is Different: Justice MR Shah

સન્માન સમારોહ:ગમે તે પદે હોવ પણ ભૂતકાળ ન ભૂલો, પહેલાના સમયમાં સિનિયર-જુનિયરના સંબંધ અલગ હાલ પરંતુ હાલની વાત જુદી: જસ્ટિસ MR શાહ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કૃષ્ણકાંત વખારિયાના સન્માન સમારોહની તસવીર - Divya Bhaskar
કૃષ્ણકાંત વખારિયાના સન્માન સમારોહની તસવીર
  • ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ અને ગુજરાતી વિશ્વ સમાજના પૂર્વ પ્રમુખ કૃષ્ણકાંત વખારિયાનો સન્માન સમારોહ યોજાયો
  • સુપ્રીમ કોર્ટમાં ભારત સરકારના સોલિસિટર જનરલ અને મૂળ ગુજરાતના તુષાર મહેતાએ સન્માન સમારોહનું આયોજન કર્યું હતું
  • મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા

'જીવનમાંએ વસ્તુ શીખવાની જરૂર છે કે જેને ભૂતકાળમાં મદદ કરી હોય તેને ભૂલવું ના જોઈએ અને સમય આવે તેનું ઋણ પણ ચૂકવવું જોઈએ' આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ MR શાહના. અમદાવાદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પોતાના વક્તવ્ય દરમિયાન તેમને આ વાત કહી.

અમદાવાદ ખાતે ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ અને ગુજરાતી વિશ્વ સમાજના પૂર્વ પ્રમુખ કૃષ્ણકાંત વખારિયાનો સન્માન સમારોહ યોજાયો હતો. જે પ્રસંગે હાજર રહેલા સુપ્રીમ કોર્ટના જજ એમ.આર.શાહે પોતાના સંબોધન દરમિયાન સિનિયર અને જુનિયર વચ્ચેના સંબંધો આ અંગે વાત કરતાં જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિ ગમે પદ પર પહોંચ્યા બાદ પણ તેણે ભૂતકાળ યાદ રાખવો જોઈએ. જો કોઈ વ્યક્તિએ તેને ભૂતકાળમાં મદદ કરી હોય, તો તેનું ઋણ ચૂકવવું તેની ફરજ છે. સાથે સાથે જ્યારે ગુરુ તેના શિષ્યને તૈયાર કરતા સમયે વઢે છે અથવા તો ટકોર કરે તો તેના સારા માટે જ હોય છે. પહેલાના સમયમાં સિનિયર અને જુનિયર વચ્ચેનો સંબંધ અલગ હતો પરંતુ હાલના સમયની વાત અલગ છે.

સુપ્રીમ કોર્ટમાં ભારત સરકારના સોલિસિટર જનરલ અને મૂળ ગુજરાતના તુષાર મહેતા દ્વારા પોતાના ગુરૂ સમાન અને પ્રતિષ્ઠિત એડવોકેટ કૃષ્ણકાંત વખારિયાના 90 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પોતાના સિનિયર અને ગુરુ સમાન કૃષ્ણકાંત વખારિયા સાથેની યાદો તાજા કરતા જણાવ્યું કે કેવું જ્યારે તેમની સાથે તૈયાર થઇ રહ્યા હતા ત્યારે ખૂબ ટપાર્યા, લડ્યા જેના કારણે જ તેઓ આજે આ જગ્યાએ પહોંચ્યા છે.

મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પોતાના વક્તવ્યમાં એક મહત્વપૂર્ણ વાત કરી જેમાં ગુરુ શિષ્ય ના સંબંધ અને માન-સન્માન અંગે તુષાર મહેતા અને કૃષ્ણકાંત વખારિયાના ઉદાહરણને શ્રેષ્ઠ ગણાવ્યું હતું. સાથે જ પોતાના વક્તવ્યમાં એક હળવી ટિપ્પણી કરતા જણાવ્યું કે 'વકીલ' શબ્દનો અર્થ સમજાવતા કહ્યું હતું કે વ,એટલે 'વક્તા' કીલ એટલે કે મારી દેવું, જે પોતાની વાણીથી મારી દે, તે વકીલ. સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે આ સન્માન કાર્યક્રમ અન્ય લોકો માટે પ્રેરણા સ્વરૂપ પણ બનશે.

મૂળ અમરેલી જિલ્લાના કૃષ્ણકાંત વખારિયા કે જુઓ ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે પોતાની સેવા આપી હતી. સાથે સાથે પોતાના જીવનનો કેટલોક સમય રાજકારણમાં પણ વિતાવ્યો હતું. વર્ષ 1994 છે 2020 સુધી વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ પણ રહ્યા હતા. વર્ષ 2007માં ગુજરાત ગૌરવ એવોર્ડ મેળવ્યો હતો. સાથે સાથે લોરિયા ગુજરાતનું બહુમાન પણ તેઓ મેળવી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...