તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇકોર્ટનો ચુકાદો:વિજેતા ઉમેદવારનું અવસાન થાય તો હરિફ ઉમેદવારને વિજેતા જાહેર કરાય એવો કોઈ કાયદો નથી

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • સાણંદના પીંપણની તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારનું મતગણતરીના દિવસે અવસાન થયું

ગુજરાત હાઇકોર્ટમાં સાણંદ તાલુકા પંચાયતની પીંપણ બેઠકને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી હરિફ ઉમેદવાર દ્વારા કરવામાં આવી હતી જેમાં તેઓની માંગ હતી કે, મતગણતરીના 1 દિવસ અગાઉ વિજેતા ઉમેદવારનું અવસાન થઈ ગયું હોવાથી તેઓને તે સીટ પર વિજેતા જાહેર કરવામાં આવે. જોકે આ મામલે કોર્ટે આ અરજી ફગાવીને ચુકાદો આપતા કહ્યું છે કે, ચૂંટણી પંચે પેટા ચૂંટણી યોજવી જોઈએ.

ચૂંટણીમાં વિજેતા ઉમેદવારનું પરિણામના એક દિવસ અગાઉ મોત
આ અરજીની સુનાવણી દરમિયાન અરજદાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે, તેઓને વિજેતા ઉમેદવાર પછી સૌથી વધારે વોટ મળ્યા છે. અને રિટર્નિંગ ઓફિસરને જાણ હોવા છતાં તેઓએ મતગણતરી કરીને અવસાન પામનારને વિજેતા જાહેર કર્યા એટલે આમાં તેઓને વિજેતા જાહેર કરવા જોઈએ.

હરિફ ઉમેરવારની પોતાને વિજેતા જાહેર કરવાની અરજી રદ
પરંતુ હાઇકોર્ટે કહ્યું કે, આવો કોઈ નિયમ નથી કે જેનાથી હરિફ ઉમેદવારને વિજેતા જાહેર કરાય. સાથે કોર્ટે યુ.એસના એટર્ની જનરલના એક ચુકાદાને ટાંકીને કહ્યું હતું કે, જે મતદાન વખતે ઉમેદવાર જીવિત હતા. તેઓ મત ગણતરીએ અવસાન પામ્યા છે જેથી તેમના તરફ પડેલા વોટને નજર અંદાજ ન કરી શકાય. લોકોએ તેઓની હયાતીમાં મતદાન કર્યું છે. હાલ આ તમામ બાબતોને જોતા હવે એક માત્ર વિકલ્પ જ વધે છે એ છે પેટા ચૂંટણી. ચૂંટણી પંચે આ બેઠક માટે પેટા ચૂંટણી યોજવી જોઈએ. અને આ અરજીને અમાન્ય રાખવા આવે છે.

શું હતો મામલો?
સાણંદ તાલુકા પંચાયતની પીંપણ બેઠક પર પરિણામના આગલા દિવસે જ અપક્ષ ઉમેદવાર લીલાબહેન ઠાકોરનું અવસાન થયું હતું અને પરિણામમાં તેમને સૌથી વધુ મત મળતા વિજેતા જાહેર કરાયા હતા. જેથી આ જીત રદ કરી બીજા ક્રમે સૌથી વધુ મત મેળવનારા ભાજપના ઉમેદવાર સોનલબા વાઘેલાએ પોતાને વિજેતા જાહેર કરવા હાઇકોર્ટમાં પિટિશન કરી હતી.