તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોર બેદરકારી:અમદાવાદમાં હિમાલયા મોલ, રમાડા હોટેલ, સંત કબિર સ્કૂલ, હોટેલ હયાત, સહિત 250 કોર્મિશયલ બિલ્ડિંગમાં ફાયર NOC જ નથી

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
હિમાલયા મોલ (ફાઈલ ફોટો). - Divya Bhaskar
હિમાલયા મોલ (ફાઈલ ફોટો).
  • AMCએ 250 જેટલાં કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર NOC ન હોવાની યાદી જાહેર કરી
  • ફાયર NOC માટે અરજીઓ આવતી હોવાનો ચીફ ફાયર ઓફિસરનો દાવો

રાજ્યમાં મોટાં મોટાં બિલ્ડિંગ, હોસ્પિટલ અને હોટલોમાં આગ લાગવાની ઘટનાઓ બની છે. મોટાં બિલ્ડિંગ, હોસ્પિટલ, હોટલમાં ફાયરસેફટીનાં સાધનો હોવાં જરૂરી છે અને સમયસર ચાલુ હોવા પણ જરૂરી છે, જેના માટે ફાયર વિભાગ દ્વારા તપાસ કરી એનું NOC આપવામાં આવે છે. અમદાવાદ શહેરમાં 250થી વધુ કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર NOC ન હોવાનું તેમજ રિન્યુઅલ ન કરાવી હોવાનું સામે આવ્યું છે.

AMCની વેબસાઈટ પર યાદી જાહેર કરાઈ
અમદાવાદ મ્યુનિસિપલ વેબસાઈટ પર ફાયર NOC વગર કોમર્શિયલ મિલકતોની જાહેર કરાયેલી યાદી મુજબ શહેર આવેલી મોટી હોટલો જેવી કે, હોટલ નોવોટલ, હોટલ સિલ્વર કલાઉડ, હોટલ સિલ્વર હાઈટ્સ, હોટલ હયાત(વસ્ત્રાપુર), રમાડા હોટલ, હિમાલયા મોલ, સંત કબીર સ્કૂલ, ટાઇટેનિયમ સિટી સેન્ટર પ્રહલાદનગર, મેં ફ્લાવર હોસ્પિટલ, કાઈઝન હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ અસારવા, સોમ લલિત કોલેજ, સુમેલ 7, સુમેલ 8 કોમ્પ્લેક્સ, સુમેલ 9 કોમ્પ્લેક્સ, દેવઓરમ બિલ્ડિંગ જેવાં મોટાં બિલ્ડિંગ, હોસ્પિટલ, હોટલમાં ફાયર NOC ન હોવાનું બહાર આવ્યું છે.

શું કહે છે ચીફ ફાયર ઓફિસર?
અમદાવાદ ફાયરબ્રિગેડ એન્ડ ઇમર્જન્સી સર્વિસના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફાયર NOC માટે અરજીઓ આવી રહી છે. કેટલાક લોકોએ અરજીઓ કરી છે. NOC લેવા માટે હવે અરજીઓ શરૂ તો થઈ છે, પરંતુ લોકોએ ફાયર સેફટી માટે સારાં સાધનો અને એને લગાવાયાં બાદ આગ લાગે ત્યારે એનો ઉપયોગ કઈ રીતે કરવો એ જરૂરી બાબત છે. ફાયર NOC લોકો સરકારી અને કાયદાકીય બાબતમાંથી બચવા લે છે, પરંતુ ખરેખર લોકોએ આ સાધનો લગાવી આગ લાગે ત્યારે કેવી રીતે એનો ઉપયોગ કરી ઝડપથી આગ પર કાબૂ મેળવવામાં આવે એ જાણકારી મેળવવી જરૂરી છે.

વાંચો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કરેલી યાદીમાં કેટલી કોમર્શિયલ બિલ્ડિંગનાં નામ છે

હોટલ રમાડા ( ફાઈલ ફોટો).
હોટલ રમાડા ( ફાઈલ ફોટો).

ફાયરબ્રિગેડ આવાં બિલ્ડિંગોને નોટિસ ફટકારશે?
અમદાવાદમાં આવેલાં મોટાં બિલ્ડિંગ, હોસ્પિટલમાં આગ લાગતાં ફાયરબ્રિગેડ પહોંચે છે, પરંતુ ઘણાં બિલ્ડિંગમાં સારી ફાયર સિસ્ટમ નથી હોતી. ઉપરાંત ચાલુ હાલતમાં નથી હોતી, જેને કારણે ફાયરબ્રિગેડને આગ પર કાબૂ લેવામાં જલદી સફળતા મળતી નથી. અમદાવાદમાં જે રીતે 250 બિલ્ડિંગ NOC વગર તેમજ રિન્યુઅલ ન કરવાઈ હોય એવી સામે આવી છે ત્યારે ફાયરબ્રિગેડ આવાં બિલ્ડિંગોને NOC લેવા તેમજ રિન્યુઅલ માટે નોટિસ ફટકારશે કે કેમ?

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો