કાર્યવાહી શરૂ:હાઈકોર્ટના બે જસ્ટિસની બદલી અંગે અંતિમ નિર્ણય લેવાયો નથી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ચાર દિવસની હડતાળ પછી વકીલો આજથી કાર્યવાહી શરૂ કરશે

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ કરેઇલ અને જસ્ટિસ વિપુલ પંચોલીની પટણા હાઇકોર્ટમાં બદલીની સુપ્રીમ કોલેજીયમની ભલામણ બાદ હાઇકોર્ટના તમામ વકીલો કામકાજથી અળગા રહ્યા હતા. ચાર દિવસ સતત કોર્ટનું કામકાજ બંધ રહેતા બુધવારથી કોર્ટ ફરીથી શરૂ થશે. જો કે બન્ને જજીસની બદલી અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. સુપ્રીમ કોર્ટ જજીસ સાથે પ્રતિનિધિ મંડળ મળવા ગયુ ત્યારે તેમને આ મામલે યોગ્ય નિર્ણય લેવા ખાતરી આપી હતી.

સુપ્રીમ કોલેજીયમ દ્વારા હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ કરેઇલની બદલી પટણા હાઇકોર્ટમાં કરવાની ભલામણ થતા જ હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની તાત્કાલિક બેઠક મળી હતી. બહુમતીથી તાત્કાલિક અસરથી વકીલો કામકાજથી અળગા થઇ ગયા હતા. બુધવારથી હાઇકોર્ટ ફરીથી શરૂ કરવા સર્વાનુમતે નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...