વર્લ્ડ હેરિટેજ વીક:હેરિટેજ આર્ટ-કલ્ચરમાં રાજ્યના 15 જિલ્લામાં કોઈ ખર્ચ ન કરાયો; CSRમાં 7 વર્ષમાં માત્ર 7.04 ટકા ખર્ચાયા

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાત કમાન, ચાંપાનેર આર્કિયોલોજિકલ સાઇટ, હાલોલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
સાત કમાન, ચાંપાનેર આર્કિયોલોજિકલ સાઇટ, હાલોલ - ફાઇલ તસવીર
  • CSR હેઠળ સૌથી વધુ 58.92 કરોડ ખર્ચ નર્મદા જિલ્લામાં થયો

હાલમાં વિશ્વમાં હેરિટેજ વીકની ઉજવણી કરાઇ રહી છે. ગુજરાત ત્રણ વર્લ્ડ હેરિટેજ સાઇટ હોવાનું ગૌરવ ધરાવે છે. જેમાં ચાંપાનેર-પાવાગઢ આર્કિઓલોજિકલ પાર્ક, પાટણની રાણીની વાવ અને કચ્છની ધોળાવીરા આર્કિઓલોજિકલ સાઇટનો સમાવેશ થાય છે. ઉપરાંત દેશનું સર્વપ્રથમ હેરિટેજ સિટી હોવાનું ગૌરવ અમદાવાદને પ્રાપ્ત થયેલું છે.

ગુજરાતના હેરિટેજ, કળા અને સંસ્કતિના વારસાના સંવર્ધન માટે સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબિલિટી (સીએસઆર) હેઠળ છેલ્લા 7 વર્ષમાં 378.82 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે, જે કુલ સીએસઆર ખર્ચની તુલનામાં માત્ર 7.04 ટકા છે. આ જાણકારી કેન્દ્રીય કોર્પોરેટ મામલાના મંત્રાલયની એક પહેલ, નેશનલ સીએસઆર ડેટા પોર્ટલ પર ઉપલબ્ધ આંકડાઓથી સામે આવી છે.

ગુજરાતની કંપનીઓએ CSR હેઠળ હેરિટેજ આર્ટ-કલ્ચર હેઠળ રાજ્યમાં કરેલા ખર્ચની વિગત

વર્ષખર્ચકંપનીરાજ્યમાં ખર્ચહિસ્સો (ટકા)
2020-212.586582.360.44
2019-209.475988.980.95
2018-1922.22631091.682.05
2017-18164.0656983.7716.68
2016-17154.3354870.8417.72
2015-1621.7742551.423.95
2014-154.4622313.451.42
અન્ય સમાચારો પણ છે...