તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:વાઈબ્રન્ટ ગુજરાતના આયોજન અંગે હાલ કોઇ નિર્ણય લેવાશે નહીં: રૂપાણી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમણની સ્થિતિના કારણે હજુ સુધી સરકાર દ્વારા કોઇ વિચારણા કરાઈ નથી

ગુજરાત સરકારની માઇલસ્ટોન ઇવેન્ટ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ કોરોના સંક્રમણને કારણે અટવાઇ છે. દર બે વર્ષે યોજાતી સમિટ જાન્યુઆરી 2021માં યોજવાની થાય છે પરંતુ સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણની સ્થિતિ હોવાથી અને ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં કેસ હોવાથી હાલ રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રન્ટના આયોજન અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંગે હાલ કોઇ નિર્ણય લેવાયો નથી. કોરોના સંક્રમણ ક્યારે દૂર થશે તેનો ખ્યાલ હાલ આવી શકે નહીં. જેથી આયોજન અંગે હાલમાં કશું નક્કી કરાયું નથી. આગામી સમયમાં સ્થિતિને ધ્યાને લીધા બાદ કોઇ નિર્ણય લેવાશે. હાલ તો ઉદ્યોગોને સરળતા માટે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી રાજ્ય સરકારે જાહેર કરી છે.

ઉલ્લેખનીય છે કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારી એક વર્ષ અગાઉથી જ શરૂ થઇ જતી હોય છે પરંતુ આ વખતે મોટાભાગના દેશોમાં કોરોના સંક્રમણની સ્થિતિ હોવાથી વાઈબ્રન્ટના આયોજન અંગે અવઢવની સ્થિતિ છે. બીજીતરફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બર સુધી જો કોરોનાની સ્થિતિ યથાવત્ રહેશે તો વાઈબ્રન્ટ સમિટનું સ્વરૂપ બદલીને વર્ચ્યુઅલ ઇવેન્ટ જેવું આયોજન પણ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...