દિવ્યાંગની હાઇકોર્ટમાં અરજી:PG મેડિકલમાં પ્રવેશ ન મળ્યું, ક્વોલિફાય હોવા છતાં એડમિશન ન અપાયું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર

પી.જી મેડીકલમાં 60 ટકા બહેરાશ ધરાવતા ઉમેદવારને પ્રવેશ નહી મળતા હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. ઉમેદવારે ત્રીજો રાઉન્ડ પણ પાસ કરી દીધો છે. મોક રાઉન્ડ બાદ કમિટિએ એવો જવાબ આપ્યો હતો કે દિવ્યાંગો માટે અનામત ક્વોટામાં કોઇ બેઠક નથી. ત્યારબાદ ઉમેદવારે 3 વર્ષ સુધી એડમિશન માટે પ્રયત્ન કર્યા છે.

સરકાર દિવ્યાંગ માટેના અનામત બેઠકના કાયદાનું યોગ્ય રીતે પાલન કરતી નથી. બેઠક ખાલી હોવા છતા અરજદારને એડમિશન આપતા નથી. ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે સરકારી નીતિમાં દખલનો ઇન્કાર કરીને અરજીનો નિકાલ કર્યો હતો.

એમબીબીએસ થયેલા દિવ્યાંગ તબીબે અરજીમાં એવી દલીલ કરી હતી કે, અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, તેમણે 283 માર્ક મેળવ્યા હતા, દિવ્યાંગ કેટેગરી માટે કટ ઓફ માર્ક 342 હતા તેથી ઓલઇન્ડિયા કાઉન્સિલે તેમને ગેરલાયક ઠેરવ્યા હતા. પરતું નેશનલ બોર્ડ ઓફ એજયુકેશને પીડબ્લ્યુડી ક્વોટા હેઠળ કટ ઓફ માર્ક ઘટાડીને 252 કરી દીધા હતા. તેથી અરજદાર કવોલીફાય થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...