તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકીય માહોલ ગરમાયો:નીતિન પટેલના AAP પર આડકતરા પ્રહાર, ભૂતકાળમાં અમારા નેતાઓ પર જૂતાઓ નાંખ્યા છે, હવે તેઓ ભોગ બનતા તેમને દુઃખ થતું હશે

અમદાવાદ3 મહિનો પહેલા
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફાઈલ તસવીર
  • લોકશાહી પદ્ધતિથી કોઈ તેના વિચારો રજૂ કરે તો તેને કરવા દેવા જોઈએ
  • હું તો કોઈપણ પક્ષના કોઈપણ વ્યક્તિને આવી રીતે નુકસાન ન થાય એવુ માનનારો છું

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર, મેમનગર, બોડકદેવ અને ગુલબાઈ ટેકરા, અમદાવાદ ખાતે રૂ.152 કરોડનાં ખર્ચે નિર્મિત વિવિધ કક્ષાનાં 520 બહુમાળી આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ આવાસોનું લોકાર્પણ કરવા આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે આપના નેતાઓ પર થયેલા હુમલા અંગે વાત કરી આડકતરી રીતે આપ પર પ્રહાર પણ કર્યાં હતા.

જો કે તેમણે જણાવ્યું કે, અમે આ પ્રકારની કોઈપણ ઘટનાને પ્રોત્સાહન આપતા નથી. પરંતુ ભૂતકાળમાં જેમણે ખૂબ તોફાન કર્યાં છે અને અમારા નેતાઓ પર ચંપલો નાંખી છે, જૂતાઓ નાંખ્યા છે, ટીપ્પણીઓ કરી છે સોશિયલ મીડિયામાં અભદ્ર ભાષામાં મેસેજ મુક્યા છે, એવા લોકો કદાચ આવા પ્રકારના કૃત્યોનો ભોગ બનતા હોય ત્યારે તેમને દુઃખ થતું હશે, મને પણ દુઃખ થાય છે.

બ્રહ્મસમાજ પર ભૂતકાળમાં કરેલી ટીપ્પણી પર આ ઘર્ષણ થયું
નાયબ મુખ્યમંત્રીએ આપના નેતાઓ પર થયેલા હુમલા અંગે કહ્યું કે, મને આ બનાવની જાણકારી મીડિયા મારફતે થઈ છે. મને મળેલી માહિતી પ્રમાણે સોમનાથ-વેરાવળમાં અગાઉ દર્શન કરવા માટે આપના કાર્યકરો ગયા ત્યારે બ્રહ્મસમાજ દ્વારા અગાઉની કોમેન્ટ અપમાનજનક લાગે એવી કોઈ ટીપ્પણી આપના નેતા દ્વારા ભૂતકાળમાં કરવામાં આવેલી આ દરમિયાન બ્રહ્મસમાજ દ્વારા આપના નેતાઓને સોમનાથ દર્શન કરવા જતા રોકવામાં આવેલા હતા અને આપના એક નેતાએ માફી પણ માગેલી. આ પ્રકરણ સોમનાથમાં પૂર્ણ થયું. પરંતુ ગઈકાલે આ જ લોકો પ્રવાસમાં નીકળ્યા ત્યારે વિસાવદરના ગામડાઓમાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા ફરીથી ભૂતકાળમાં કરેલી લાગણી દુભાય એવી ટીપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો હતો, તેના વિરોધમાં આ ઘર્ષણ થયું હતું.

અમે ઉશ્કેરણી કરનારને ઉત્તેજન આપતા નથીઃ નીતિન પટેલ
ભાજપના ગુંડાઓના શબ્દ પ્રયોગ પર નીતિન પટેલે કહ્યું કે, કોઈ રેલી કરે કોઈ કાળા વાવટા ફરકાવે એવું અમે ભૂતકાળમાં પણ જોયું અને ઘણું સહન કર્યું છે. અમારી સભા અને અમારા કાર્યક્રમમાં આ લોકો અથવા અન્ય પાર્ટીના લોકો કાળા વાવટા બતાવતા હતા અને સભા વિખેરવી પડે એવા તોફાનો કરતા અને અમારા કાફલા પર પથ્થરમારો કરતા હતા. લોકશાહી પદ્ધતિથી કોઈ તેના વિચારો રજૂ કરે તો તેને કરવા દેવા જોઈએ. હું તો કોઈપણ પક્ષના કોઈપણ વ્યક્તિને આવી રીતે નુકસાન ન થાય એવુ માનનારો છું. અમે ઉશ્કેરણી કરનારને ઉત્તેજન આપતા નથી.

ભૂતકાળમાં જે કર્યું છે, એમને આવું સહન કરવાનો વારો આવ્યો છે
નીતિન પટેલે વધુમાં ઉમેર્યું કે ભૂતકાળમાં જે કર્યું છે, કદાચ હવે એમને આવું સહન કરવાનો વારો આવ્યો છે અથવા હવે કોઈ જ્ઞાતિ, કોઈ સમાજ કે ધર્મ વિષે બેફામ ઉચ્ચારણો કર્યા હોય તો હવે તેમને જવાબ આપવાનો વારો આવે તો તેમણે તેનું નિરાકરણ કરવાનો વિચાર કરવાનો છે.

કારમાં બેઠેલા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી
કારમાં બેઠેલા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી

શું છે મામલો
વિસાવદરના લેરિયા ગામે બુધવારે વિસાવદર અને ભેંસાણ પંથકના 50 સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાવાનો કાર્યક્રમ હતો, પરંતુ આપના નેતાઓ પરના હુમલાને કારણે કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. ‘આપ’ના ઇસુદાન ગઢવી, મહેશ સવાણી, પ્રવીણ રામ સહિતના નેતા સાંજે લેરિયા પહોંચ્યા ત્યારે તેમની પર હુમલો થયો હતો, જેમાં હરેશ સાવલિયા નામના એક કાર્યકર્તાને ઇજા થઈ હતી. ઇસુદાન, મહેશ સવાણી, પ્રવીણ રામ જે કારમાં હતા એ કારના કાચ પણ તોડાયા હતા. બનાવને પગલે સમગ્ર સોરઠના આમ આદમી પાર્ટીના કાર્યકરો વિસાવદર દોડી ગયા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી. આપના નેતા અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું હતું કે, ઇસુદાન, મહેશ સવાણી જેવા લોકો પર ગુજરાતમાં હુમલો થતો હોય તો ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી.