તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાથી જીત:નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કોરોનાની 15 દિવસની સારવાર બાદ યુ.એન મહેતામાંથી રજા અપાઈ, ડોક્ટરની સલાહ મુજબ હાલ આરામ પર

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નીતિન પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
નીતિન પટેલની ફાઈલ તસવીર
  • નીતિન પટેલ કોરોના વાયરસને હરાવીને યુ.એન મહેતા હોસ્પિટલથી પોતાના નિવાસસ્થાને પહોંચ્યા.
  • હાલમાં તેઓ ડોક્ટરની સલાહ મુજબ થોડા દિવસો આરામ પર રહેશે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાને હરાવીને સ્વસ્થ થઈને આજે પોતાના નિવસ્થાને પહોંચ્યા હતા. તેઓ ગત 24મી એપ્રિલના રોજ કોરોના સંક્રમિત થયા હતા. 24 એપ્રિલના તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નીતિન પટેલને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 15 દિવસની સારવાર લીધા બાદ નીતિન પટેલ સ્વસ્થ થઈને પોતાના ઘરે પહોંચ્યા હતા. સાથે જ હાલમાં ડોક્ટરની સલાહ મુજબ તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. આ વિશે નીતિન પટેલે સોશિયલ મીડિયા પોસ્ટથી જાણકારી આપી હતી.

નીતિન પટેલે પોસ્ટમાં ફોટો શેર કર્યો છે, જેના પર લખ્યું છે, 15 દિવસથી યુ.એન મહેતા હોસ્પિટલમાં કોરોનાની સારવાર મેળવ્યા બાદ આજે હોસ્પિટલમાંથી મને રજા આપવામાં આવી છે. ભગવાનના આશીર્વાદ અને આપ સોની શુભેચ્છાથી હું ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છું. મારા પ્રત્યે શુભેચ્છા અને લાગણી બતાવવા બદલ આપ સર્વનો તથા યુ.એન મહેતા હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફનો હું આભારી છું. ડોક્ટરની સલાહ મુજબ હજુ મારે વધારે આરામની જરૂર હોઈ મને સહકાર આપવા સર્વેને વિનંતી.'

નીતિન પટેલ 24 એપ્રિલે થયા હતા કોરોના પોઝિટિવ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ પહેલા 24 એપ્રિલે ટ્વિટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા મેં કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવેલ હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ પર હું યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી.

બે દિવસ અમિત શાહ અને વિજય રૂપાણી સાથે હતા​​​​​​​​​​​​​​
નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ રાજ્ય સરકાર, રક્ષા મંત્રાલય અને ગૃહ મંત્રાલયની સહાયતાથી અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર તૈયાર થતી 950 બેડની ધન્વંતરી કોવિડ હોસ્પિટલના નિરીક્ષણ માટે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ઉપસ્થિત હતા. આ ઉપરાંત આજે સવારે પણ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ, કોલવડા ખાતે 300 લીટર પ્રતિ મિનિટની ક્ષમતા ધરાવતા PSA ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્‌ઘાટન સમયે ઉપસ્થિત હતા. આ દરમિયાન તેઓ અનેક ટોચના અધિકારીઓ તથા રાજનેતાઓના સંપર્કમાં આવ્યા હતા.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ થયા હતા કોરોના સંક્રમિત
​​​​​​​
રાજ્યમાં મંત્રીઓ તથા ધારાસભ્યો કોરોના સંક્રમિત આવી રહ્યા છે. 16 દિવસ પહેલા જ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ભાજપના નેતા આઈ.કે.જાડેજાને પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તબીબી સલાહ પ્રમાણે, તેમને અમદાવાદ ખાતેની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત IAS પંકજ કુમાર અને તેમનો પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.

અત્યાર સુધી કોરોનાગ્રસ્ત થયેલા ધારાસભ્યો, મંત્રીઓ અને સાંસદો

વિજય રૂપાણીમુખ્યમંત્રી
ઈશ્વર પટેલરાજ્યકક્ષાના મંત્રી
બાબુ જમના પટેલધારાસભ્ય
શૈલેશ મહેતાધારાસભ્ય
વિજય પટેલધારાસભ્ય
ભીખા બારૈયાધારાસભ્ય
પુંજા વંશધારાસભ્ય
ભરતજી ઠાકોરધારાસભ્ય
નૌશાદ સોલંકીધારાસભ્ય
કેશુભાઈ પટેલપૂર્વ મુખ્યમંત્રી
હર્ષ સંઘવીધારાસભ્ય
કિશોર ચૌહાણધારાસભ્ય
નિમાબહેન આચાર્યધારાસભ્ય
બલરામ થાવાણીધારાસભ્ય
પૂર્ણેશ મોદીધારાસભ્ય
જગદીશ પંચાલધારાસભ્ય
કેતન ઈનામદારધારાસભ્ય
વી.ડી. ઝાલાવાડિયાધારાસભ્ય
રમણ પાટકરરાજ્યકક્ષાના મંત્રી
પ્રવીણ ઘોઘારીધારાસભ્ય
મધુ શ્રીવાસ્તવધારાસભ્ય
ધર્મેન્દ્રસિંહ જાડેજારાજ્યકક્ષાના મંત્રી
ગોવિંદ પટેલધારાસભ્ય
અરવિંદ રૈયાણીધારાસભ્ય
રાઘવજી પટેલધારાસભ્ય
જયેશ રાદડિયાકેબિનેટ મંત્રી
અમિત શાહકેન્દ્રીય ગૃહમંત્રી
ડો.કિરીટ સોલંકીસંસદસભ્ય
રમેશ ધડુકસંસદસભ્ય
હસમુખ પટેલસંસદસભ્ય
અભય ભારદ્વાજસંસદસભ્ય
જિજ્ઞેશ મેવાણીધાારાસભ્ય
અન્ય સમાચારો પણ છે...