તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:વધતા કેસો મામલે નીતિન પટેલની સિવિલમાં બેઠક, હવે 108 એમ્બ્યુલન્સ અસારવા સિવિલને બદલે સોલા સિવિલ અથવા ગાંધીનગર લઈ જશે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિવ્યૂ બેઠક બાદ મીડિયાને સંબોધી રહેલા નાબય મુખ્યમંત્રી નીતિન પટેલ - Divya Bhaskar
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિવ્યૂ બેઠક બાદ મીડિયાને સંબોધી રહેલા નાબય મુખ્યમંત્રી નીતિન પટેલ
  • 1200 બેડ હોસ્પિટલમાં 50થી 100 વેન્ટીલેટર સહીતના અલાયદા વોર્ડ ટૂંક સમયમાં કાર્યરત કરાશે
  • એક તરફ અમદાવાદીઓ નવા વર્ષે સ્નેહ મિલન કરતા હતા તો બીજી બાજુ, કોરોના ટેસ્ટ કરાવવા લાંબી લાઇનોમાં ઊભા રહ્યા

અમદાવાદમાં તહેવારોના માહોલ વચ્ચે છેલ્લા ૩ દિવસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વધેલી સંખ્યાની ગંભીરતા પારખી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સિવિલ સંકુલની તમામ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો સાથે સિવિલ હોસ્પિટલ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ.જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેની સાથેની ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટેની ઉપલબ્ધ તમામ સુવિધાઓ અને આગામી આયોજન વિશે વિશદ ચર્ચા કરવામાં આવી હતી. આઇ.સી.યુ. અને વેન્ટીલેટરની જરૂરિયાત ઉભી થાય તેવા અતિગંભીર સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને વધુ સધન અને સરળ સારવાર મળી રહે તે હેતુથી આ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને જયંતી રવિ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને જયંતી રવિ

આ બેઠક બાદ નીતિન પટેલે જણાવ્યું અમે 108ને સૂચના આપી છે. નાગરિકોને વિનંતિ કરું છું કે, અમદાવાદ 1200 બેડની સિવિલ હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓ દાખલ થવાના બદલે સોલામાં દાખલ થાય, ગાંધીનગરમાં પણ તમામ સુવિધા છે તેથી 1200 પથારીની સિવિલ પર રજાઓના સમય પર કામનું ભારણ વધ્યું છે તેમાં વેઇટિંગ ન આવે.

3 દિવસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો
આ બેઠક બાદ મીડિયાને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, તહેવારના માહોલમાં વચ્ચે રાજ્યભરમાં છેલ્લા 3 દિવસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ઘણી ખાનગી હોસ્પિટલમાંથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સ્થિતિ કથડતા અને ગંભીર બનતા તેઓને અમદાવાદ સિવિલ સંકુલની કોરોના ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે. જે કારણોસર 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો ધસારો વધ્યો છે.

સિવિલ સંકુલની 1200 બેડ હોસ્પિટલમાં હાલ 581 દર્દીઓ સારવાર હેઠળ
નીતિન પટેલે આગળ કહ્યું કે, કોરોનાગ્રસ્ત દર્દીઓ માટેની ઉપલબ્ધ સુવિધાઓનો ચિતાર આપતા કહ્યું કે, અમદાવાદ સિવિલ સંકુલની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં હાલ 581 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 170 દર્દીઓ આઇ.સી.યુ , વેન્ટીલેટર પર સારવાર મેળવી રહ્યા છે. 1200 બેડ હોસ્પિટલમાં કૂલ 248 વેન્ટીલેટરની સુવિધા છે. જેમાં 78 વેન્ટીલેટર પર વધુ કોરોનાગ્રસ્ત ગંભીર પરિસ્થિતિઓમાં આવતા દર્દીઓને સારવાર આપી શકાય તેમ છે. અમદાવાદ પશ્ચિમમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની 450 પથારીઓની વ્યવસ્થા છે જેમાંથી 188 દર્દીઓ હાલ સારવાર મેળવી રહ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 80 આઇ.સી.યુ. વેન્ટીલેટરની વ્યવસ્થા છે. જેમાંથી 17 દર્દીઓ હાલ વેન્ટીલેટર પર સારવાર મેળવી રહ્યા છે.

અમદાવાદ સિવિલ સંકુલની હોસ્પિટલમાં 50 થી 100 પથારી ધરાવતા વેન્ટીલેટર વોર્ડ શરૂ કરાશે
નાયબ મુખ્યમંત્રી મુજબ ગાંધીનગર મેડીકલ કોલેજમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની 300 પથારીની વ્યવસ્થા છે. જેમાંથી 196 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. અહીં 100 વેન્ટીલેટર, આઇ.સી.યુ.ની વ્યવસ્થા છે. જેમાંથી ફક્ત 20 વેન્ટીલેટર પર દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. આગામી સમયમાં અમદાવાદ સિવિલ સંકુલની 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના ધસારાને ધ્યાને લઇને 50 થી 100 પથારી ધરાવતા વેન્ટીલેટર સહીતના અલાયદા વોર્ડ શરૂ કરવામાં આવશે.

કોરોના ટેસ્ટીંગમાં વધારો કરીને કોરોના સંક્રમણને કાબૂમાં લેવા પ્રયાસ કરાશે
નીતિન પટેલે વધુમાં ઉમેર્યું કે, અમદાવાદ સિવિલ સંકુલની 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત પ્રસૂતા અને બાળકો માટે, ડાયાલિસીસની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કિડની હોસ્પિટલ અને કેન્સર સાથે કોરોનાગ્રસ્તની સારવાર કરવા માટે કેન્સર હોસ્પિટલ સજ્જ છે.તહેવારો નિમિત્તે કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો જણાઇ આવતા ટૂંક સમયમા જ રાજ્ય સ્તરે કોરોના ટેસ્ટીંગમાં વધારો કરીને કોરોના સંક્રમણને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવશે.

આગામી સમયમાં જરૂર જણાઇ આવે તો વધુ ખાનગી હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલમાં બદલવામાં આવશે.

ટેસ્ટિંગ માટે લાંબી લાઈનો લાગી
નવા વર્ષે અમદાવાદીઓએ મિત્રો, પરિવાર અને સ્વજનોને વિક્રમ સંવત 2077ની શુભ કામનાઓ પાઠવી રહ્યા છે તો બીજી તરફ, કોરોનાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતાં ટેસ્ટ કરાવવા માટે લોકોએ લાંબી લાઈનો લગાવી હતી.

અમદાવાદીઓમાં ફરી કોરોનાનો ભય, કોવિડ ટેસ્ટમાં લાંબી લાઇનો લાગી
દિવાળીના તહેવારો શરૂ થવાની સાથે જ અમદાવાદમાં કેસોની સંખ્યામાં અચાનક વધારો થયો છે. લોકો મોટી સંખ્યામાં બજારોમાં તેમજ અન્ય સ્થળો પર ખરીદી કરવા માટે ભીડ જમાવી રહ્યા છે, જેને કારણે લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ, સતત કેસોમાં વધારો થતાં હવે લોકોમાં ફરી કોરોનાનો ભય જોવા મળ્યો છે. આજે સવારથી જ અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં કોરોનાના મફત ટેસ્ટના કેમ્પ પર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. લોકો પોતાના પરિવાર સાથે જ કોરોના ટેસ્ટ કરાવવામાં કલાકોથી લાઈનમાં ઊભા રહ્યા છે, ત્યારે હવે આજે સરકાર કેસની સંખ્યા ઘટાડવા માટે શું એક્શન પ્લાન તૈયાર કરે છે એ જોવાનું છે.

અમદાવાદમાં દિવાળીના દિવસે 91 જેટલા કેસ પોઝિટિવ
રાજ્યમાં 4 દિવસથી દૈનિક 1100થી વધુ નવા કેસો નોંધાવા લાગ્યા છે, પરંતુ ગઈકાલથી હવે કોરોનાના કેસોનો બોમ્બ ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં દિવાળીના દિવસે 91 જેટલા કેસ પોઝિટિવ આવતાં હાહાકાર મચી ગયો છે, જેને કારણે આરોગ્યતંત્ર પણ સફાળું જાગી ગયું છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન(AHNA) મુજબ, AMC ક્વોટાની 72 ખાનગી હોસ્પિટલમાં માત્ર 20 જ ICU વેન્ટિલેટર ખાલી છે, જ્યારે કુલ 231 બેડ જ હાલ ઉપલબ્ધ છે. જો સાવચેતી નહીં દાખવીએ તો એપ્રિલ-મે જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.

ખાલી બેડ ભરાવા લાગતાં કોરોનાની સ્થિતિ ફરી ભયજનક બની
દિવાળીના તહેવાર દરમિયાન જ અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર ફરી વળ્યો છે. શહેરમાં કોરોનાના કેસો વધતાં ખાનગી હોસ્પિટલો ફરી ભરાવા લાગી છે. AMC ક્વોટાની 72 ખાનગી હોસ્પિટલમાં માત્ર 20 જ ICU વેન્ટિલેટર ખાલી છે. 72માંથી 61 હોસ્પિટલમાં ICU વેન્ટિલેટર કુલ થઈ ગયાં છે. હાલ 150 દર્દી વેન્ટિલેટર પર છે. ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર વગર પણ ICUનાં માત્ર 41 જ બેડ જ ખાલી છે. ખાનગી હોસ્પિટલમાં કોરોનાના બેડ ભરાવવા લાગતાં અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ફરી ભયજનક બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો