DB પર LRDની તમામ માહિતી:દિવ્યભાસ્કરના LRD ભરતી માર્ગદર્શનને 'ખજૂર'નો સાથ, દિવ્યભાસ્કર એપ ડાઉનલોડ કરવા અપીલ કરી

અમદાવાદ14 દિવસ પહેલા
  • ઉમેદવારોના કોઈપણ પ્રશ્નો, માર્ગદર્શન અને સચોટ સમાચારો દિવ્યભાસ્કર એપ પર મળશે
  • LRDની 10,459 જગ્યાની ભરતી માટે કુલ 9.46 લાખ જેટલી અરજીઓ કન્ફર્મ થઈ

ગૃહ વિભાગના 100 દિવસમાં 27 હજારથી વધુ જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરવાના લક્ષ્યાંક બાદ ગુજરાત પોલીસમાં LRD (લોકરક્ષક દળ)ની 10,459 જગ્યાની ભરતી જાહેર કરી છે. આ માટે કુલ 9.46 લાખ જેટલી અરજીઓ કન્ફર્મ થઈ છે. સરકારી નોકરીની ઈચ્છામાં રાજ્યભરના લાખો યુવાઓ તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે દિવ્યભાસ્કર પર ચાલતા LRD ભરતી માર્ગદર્શન હેઠળ ઉમેદવારોને તમામ માહિતી પૂરી પાડવા ખાસ અભિયાન ચાલી રહ્યું છે. દિવ્યભાસ્કરના અભિયાનને જાણીતા યુ-ટ્યુબર "ખજૂર" એટલે કે નીતિન જાનીએ સાથ આપ્યો છે. લોકરક્ષક દળની ભરતીની લગતા ઉમેદવારોના કોઈપણ પ્રશ્નો, માર્ગદર્શન અને સચોટ સમાચાર તમને માત્ર દિવ્યભાસ્કર એપ પર મળશે.

આ પણ વાંચોઃ દોડની પરીક્ષાની મોક ટેસ્ટ સૌથી પહેલા દિવ્યભાસ્કર પર, દોડની પ્રેક્ટિસ, કસોટીમાં શું ધ્યાન રાખવું? નેશનલ એથ્લીટ રૂપેશ મકવાણાએ આપી ટિપ્સ

લેખિત પરીક્ષા માર્ચના પહેલા અઠવાડિયામાં
નોંધનીય છે કે, ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે તાજેતરમાં જ પ્રેસ-કોન્ફરન્સમાં કોલ લેટર તથા શારીરિક અને લેખિત પરીક્ષા અંગેની માહિતી આપી હતી. જે મુજબ ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી બે મહિના સુધી ચાલશે, એટલે કે જો શારીરિક કસોટી 10 ડિસેમ્બરે શરૂ થાય તો એ 10 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થઈ શકે છે. માર્ચના પહેલા અઠવાડિયામાં કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા લેવાની સંભાવના છે. ભરતીની પ્રક્રિયામાં આવતી સમસ્યાઓના આધારે આ તારીખોમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ ઉમેદવારો આ તારીખને ધ્યાનમાં રાખીને તૈયારી કરશે તો તેમને પૂરતો સમયગાળો મળી શકે છે.

આ પણ વાંચોઃ શારીરિક કસોટીના પૂરા 25 માર્ક્સ લેવા માટે પુરુષ, મહિલા અને એક્સ-આર્મીમેન ઉમેદવારોએ કેટલા સમયમાં દોડ પૂરી કરવી?

સરકારે ભરતીની મર્યાદામાં એક વર્ષનો વધારો કર્યો
લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે, જેમાં મહિલાઓ માટે એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને 1983 જગ્યા અનામત રખાઇ છે. સરકારે તમા મ ભરતીઓ માટેની મહત્તમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય લીધો હોવાથી આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 34 વર્ષ રાખી છે. ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે.