તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેકાથોન:નિરમાના વિદ્યાર્થીઓની ટીમ હેકાથોનમાં વિજેતા, 2 લાખ સાથે ઇન્ક્યુબેશન સપોર્ટ પણ અપાશે

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ટીમ એ.સી.આઈ.એન. -ઇન્ડિયા હેકાથોનમાં કેટેગરી વિજેતા બની છે. 1-4 ફેબ્રુઆરી દરમ્યાન એશિયા-ભારત હેકાથોનનું આયોજન કરાયું હતું. જેમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પ્રણવ અગ્રવાલ અને તેમની ટીમ કેટેગરી વિજેતા બની છે. તેમજ રિષિ હિરણની ટીમ ફર્સ્ટ રનર અપ બની છે. આ વિદ્યાર્થીઓને સેન્ટર ફોર આંત્રપ્રિન્યોર સેલ તરફથી ઇનક્યુબેશન સપોર્ટ પણ અપાશે.

શિપિંગમાં સપ્લાય ચેન ઇમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ બનાવી
બ્લૂ થીમ પર 11 ઇન્ડસ્ટ્રીની સમસ્યાઓના પ્રેક્ટિકલ સોલ્યુશન આપવાની સ્પર્ધામાં મિકેનિકલ એન્જિ.ના પ્રણવ અગ્રવાલ અને તેમની છ સભ્યોની ટીમે ઇન્ટરનેશનલ શિપિંગમાં સપ્લાય ચેન લોજિસ્ટિક્સમાં ઇમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ બનાવી છે. જેના ઉપયોગથી સિસ્ટમની ત્રુટિઓ સોલ્વ થઇ જશે. તેમજ વ્યવહારો ઝડપી અને સલામત બનાવવા સાથે ડેટા પણ વધારે સુરક્ષિત થઇ શકશે. આ માટે તેમને 2 લાખ રૂપિયા કેશ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું છે. ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી ઋષિ હિરણ અને તેમની ટીમે હવા પ્રદૂષણની કિંમત સોલર પાવર જનરેશન(કેપ્સોલર) સિસ્ટમ બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો