ભાજપના કોર્પોરેટર સામે કોંગ્રેસના આક્ષેપ:નીરવ જગદીશ કવિએ પોતાનો મુસ્લિમ ધર્મ છુપાવીને કોર્પોરેટરના ઇલેક્શનમાં હિન્દૂ ઓળખ રજૂ કરીને જીત મેળવી

અમદાવાદ10 દિવસ પહેલા

કોર્પોરેશનની ચૂંટણી પછી કોગ્રેસના જેતે સમયના ઉમેદવાર જય પટેલ દ્વારા ચૂંટણી કમિશનર અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. 2021માં કરવામાં આવેલી ફરિયાદમાં નીરવ કવિ સામે કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતા આખરે ફરિયાદી જય પટેલ કોર્ટનો સહારો લીધો હતો અને કોર્ટમાં લેખિત ફરિયાદ કરી હતી. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ 23 નમ્બર કોર્ટ મિર્ઝાપૂર ગ્રામ્ય કોર્ટમાં કેસની કાર્યવાહી કરવામાં આવી રહ્યી છે.

ખોટી જન્મ તારીખ અને ખોટો ધર્મ લખાવ્યો
કોંગ્રેસનેતા બિમલ પટેલે જણાવ્યું હતું કે, નીરવ કવિ નવરંગપુરા વોર્ડમાંથી ચૂંટણી જીતવા માટે પોતાનો ધર્મ છુપાવ્યો છે અને ચૂંટણીમાં જે એફિડેવિટ રજૂ કરવામાં આવે તેમાં ખોટી જન્મ તારીખ અને ખોટો ધર્મ લખાવ્યો હતો. ફરિયાદી દ્વારા નીરવ કવિના પંકજ સ્કૂલના અને સમર્થમાં એડમિશન લીધું હતું. જેતે સમયના પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસ લીગલના સેલ વકીલોની લડત
અસલ દસ્તાવેજી પુરાવા સાથે કોર્ટમાં સ્કૂલના કર્મચારી હાજર રહ્યીને કોર્ટમાં પુરાવા રજૂ કરવામાં આવ્યા જે કોર્ટે ગ્રાહ્ય રાખ્યા છે. આ કેસ અત્યારે કોર્ટમાં ચાલી રહ્યો છે. કોંગ્રેસ લીગલના સેલ વકીલો આ કેસની લડત આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...